Mutual Funds: જો તમે તમારા રોકાણમાં વધારે જોખમ લેવા માંગતા નથી અને વધુમાં વધુ વ્યાજ પણ મેળવવા માંગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ એક સારી સ્કીમ સાબિત થઈ શકે છે. શેરોમાં સીધા રોકાણની તુલનામાં આમાં ઓછું જોખમ છે. આ સિવાય ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. MFનું વળતર પણ અન્ય યોજનાઓ કરતાં સારું છે. જો કે, તે બજાર આધારિત યોજના હોવાથી તે નિશ્ચિત નથી, પરંતુ નિષ્ણાતો લાંબા ગાળે તેનું સરેરાશ વળતર 12 ટકા માને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુચ્યુઅલ ફંડના ઘણા પ્રકાર હોય છે. સામાન્ય રીતે આમાં કરવામાં આવેલ રોકાણ ટેક્સના દાયરામાં આવે છે. પરંતુ એક એવી સ્કીમ છે જે તમને ટેક્સ બેનિફિટ પણ આપે છે. આ યોજનાને ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS) કહેવામાં આવે છે. આ યોજના દ્વારા તમે વધુ સારા વ્યાજનો લાભ મેળવી શકો છો અને આવકવેરો પણ બચાવી શકો છો.


શું સામાન્ય માણસ ધરપકડ બાદ સીધા HC જઈ શકે છે? જાણો તાત્કાલિક સુનાવણીના નિયમો


શું છે ELSS?
ELSS ફંડમાં કુલ એસેટના ઓછામાં ઓછા 80 ટકા ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે. જોખમ ઘટાડવા માટે આ ફંડના નાણાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. ELSSમાં તમને તમારા બજેટ અને સગવડતા અનુસાર સ્કીમ પસંદ કરવાનો વિકલ્પ મળે છે. તમે માત્ર 500 રૂપિયાથી તેમાં રોકાણ શરૂ કરી શકો છો. મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. નિષ્ણાતોના મતે ELSSમાં લાંબા ગાળાનું રોકાણ સારું વળતર આપી શકે છે. આવી સ્થિતિમાં તે વેલ્થ ક્રિએશનની ક્ષમતા રાખે છે.


ત્રણ વર્ષનો લોક ઇન પિરિયડ
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સમાં તમે એકસાથે પૈસા જમા કરી શકો છો અને તે SIP દ્વારા પણ કરી શકો છો. તેનો લોક-ઇન સમયગાળો એનએસસી, ટેક્સ સેવિંગ એફડી જેવી સ્કીમ્સની તુલનામાં ઓછો છે. આ યોજનાઓનો લોક-ઇન સમયગાળો પાંચ વર્ષનો છે, જ્યારે ELSSનો લોક-ઇન સમયગાળો માત્ર ત્રણ વર્ષનો છે, આ પછી તમે જ્યારે ઇચ્છો ત્યારે પૈસા ઉપાડી શકો છો અથવા તમારું રોકાણ ચાલુ રાખી શકો છો.


રાજ્યમાં મહિલાઓ માટે ખુલી રહ્યો છે ખજાનો, જાણો આ પૈસા ક્યાંથી આવે છે?


લોક ઇન પીરિયડ પછી મળે છે ટેક્સ બેનિફિટ્સ
ELSS સ્કીમમાંથી 3 વર્ષ પછી જો કમે રૂપિયા ઉપાડો છો, તો તમને ટેક્સ બેનિફિટ મળે છે. આમાં આવકવેરાની કલમ 80C હેઠળ મહત્તમ 1.5 લાખ રૂપિયાની મર્યાદા સુધી આવકવેરા મુક્તિ મળે છે. આ ડિડક્શનનો ફાયદો તમને માત્ર જૂની ટેક્સ સિસ્ટમમાં જ મળશે. આ સિવાય તમને રોકાણ પર જે રિટર્ન મળે છે તેના પર તમને અન્ય ટેક્સ છૂટ મળે છે. વાસ્તવમાં આમાં મળેલા રિટર્ન પર પણ કેપિટલ ગેઈન ટેક્સ લગાવવામાં આવે છે. ELSS પર લાંબા ગાળાના મૂડી લાભો રૂ. 1 લાખ સુધીના કરમુક્ત છે. આના ઉપરના લાંબા ગાળાના મૂડી લાભો પર 10 ટકાના દરે ટેક્સ લાગે છે. આ સિવાય સેસ અને સરચાર્જ ચૂકવવો પડશે.