નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (narendra modi) એકાઉન્ટન્ટ્સ કોન્ક્લેવમાં (accountants conclave) સંબોધન કર્યું હતું. તેમણે આ અવસર પર ચાણક્યની વાતોને યાદ કરી અને કહ્યું કે, જ્ઞાનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમણે દેશભરના એકાઉન્ટન્ટ્સને અપીલ કરી કે તે ખોટા કામ ન કરે. તેમણે સીએજી અધિકારીઓને કહ્યું કે, તમારી પાસે આશા વધુ છે, કારણ કે આર્થિક સ્વાસ્થ્ય તમારા પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું કે, સીએજીએ હવે CAG 2.0 બનવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયામાં બધુ પારદર્શી થઈ ગયું છે. જૈમ (જનધન, આધાર અને મોબાઇલ જામ) યોજના હેઠળ બધુ ડિજિટલ અને ભ્રષ્ટાચાર ફ્રી છે. યોજના વિશે અને અન્ય પ્રક્રિયાઓની સંપૂર્ણ જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ છે. ડિજિયલ પ્રક્રિયાને કારણે આશરે 1.5 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ખોટા હાથમાં જતાં બચે છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube