નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી  (Narendra Modi) સરકાર કોરોના મહામારી છતાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર  (Foreign Exchange Reserves) 6.842 અબજ ડોલરથી વધીને પ્રથમવાર 600 અબજ ડોલરને પાર કરી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ જાહેર કર્યાં આંકડા
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ શુક્રવારે જારી સાપ્તાહિક આંકડા અનુસાર, આ વૃદ્ધિનું કારણ વિદેશી મુદ્રા એસેટ્સ (Foreign Currency Assets) માં સારી વૃદ્ધિ થઈ છે. આ કુલ સમાપ્ત સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 5.271 અબજ ડોલર વધીને 598.165 અબજ ડોલર થઈ ગયો હતો. ફોરેક્સ સંપત્તિ સમીક્ષા દરમિયાન 7.362 અબજ ડોલર વધીને 560.890 અબજ ડોલર થઈ ગયો છે.


Flipkart પર શરૂ થયો Big Saving Days Sale, ફોન-ગેઝેટ્સ પર મળી રહ્યું છે 80% સુધીનું ડિસ્કાઉન્ટ


વિશ્વનો 5મો સૌથી મોટો દેશ બન્યો ભારત
રિપોર્ટ પ્રમાણે વિદેશી મુદ્રા ભંડારના મામલામાં આ નવા રેકોર્ડની સાથે ભારત દુનિયાનો પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. ખાસ વાત છે કે આ મામલામાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધુ છે. અમેરિકાનો ફોરેક્સ રિઝર્વ 142 અબજ ડોલર છે અને તે આ લિસ્ટમાં 21માં સ્થાને છે. જ્યારે સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય દેશ પણ તેનાથી પાછળ છે. આ લિસ્ટમાં ભારતની ઉપર માત્ર ચીન, જાપાન, રશિયા અને સ્વિત્ઝર્લેન્ડ છે. 


10 લાખ ડોલર સુધી ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે વિદેશી મુદ્રા પરિસંપતિઓને ડોલરમાં વ્યક્ત કરવામાં આવે છે. તેમાં ડોલર સિવાય યૂરો, પાઉન્ડ અને યેનમાં અંકિત સંપત્તિઓ પણ સામેલ છે. સમીક્ષા સપ્તાહ દરમિયાન ગોલ્ડ ભંડાર 50.2 કરોડ ડોલરથી ઘટી 37.604 અબજ ડોલર રહી ગયો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં  સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 10 લાખ ડોલર ઘટીને 1.513 અબજ ડોલર રહી ગયો છે. તો આઈએમએફની પાસે દેશનો અનામત ભંડાર પણ 1.6 કરોડ ડોલરથી ઘટી 5 અબજ ડોલર રહી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube