નવી દિલ્હી: પીએમ મોદી (Narendra Modi) એ ભારત અને નેપાળ વચ્ચે ઓઇલ પાઇપ લાઇનનું ઉદઘાટન કર્યું છે. તેમણે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોનો વિકાસ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું કે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવામાં આવશે. આ પ્રોજેક્ટ બંને દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને બંને દેશને આર્થિક ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીના ભાષણની ખાસ વાતો


- ગત કેટલાક વર્ષોમાં આપણી વચ્ચે ઉચ્ચતમ રાજકીય સ્તર પર અભૂતપૂર્વ નિકટતા આવી છે, અને નિયમિત સંપર્કમાં રહ્યા છીએ. ગત દોઢ વર્ષમાં મારા મિત્ર વડાપ્રધાન ઓલી જી અને હું ચાર વખત મળ્યા છીએ. 


- વિકાસ માટે અમારી ભાગીદારીને વધુ સક્રિય બનાવવા અને નવા ક્ષેત્રોમાં સહયોગને વધુ વધારવા માટે અમે નવા અવસરોનો લાભ ઉઠાવ્યો છે. અમારા સંયુક્ત પ્રયત્નોનો ઉદ્દેશ્ય છે કે અમારા લોકોને લાભ મળે અને તેમનો વિકાસ થાય. 


- ગત પાંચ વર્ષોમાં અમે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય પ્રોજેક્ટને પુરા કર્યા છે અને ઘણી અન્ય પહેલના પરિણામ જલદી પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે અમે સંયુક્ત રૂપથી પશુપતિનાથ ધર્મશાળા અને આઇસીસી વીરગંજનું ઉદઘાટન કર્યું હતું. 


- આ ખૂબ જ સંતોષનો વિષય છે કે દક્ષિણ એશિયાની આ પ્રથમ ક્રોસ બોર્ડ પેટ્રોલિયમ પાઇપલાઇન રેકોર્ડ સમયમાં પુરી થઇ છે. જેટલી અપેક્ષા હતી, તેનાથી અડધા સમયમાં બનીને તૈયાર થઇ છે. તેનો શ્રેય તમારા નેતૃત્વને, નેપાળ સરકારના સહયોગને અને આપણા સંયુક્ત પ્રયત્નોને જાય છે. 


- 2015માં વિનાશકારી ભૂકંપ બાદ નેપાળે જ્યારે પુનર્નિમાણનું બીડું ઉઠાવ્યું, તો ભારતે પડોસી અને નજીકના મિત્રના નાતે પોતાના હાથ સહયોગ માટે આગળ વધાર્યા. મને ખૂબ જ ખુશી છે કે નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લાઓમાં આપણા સહીયારા સહયોગથી ફરીથી ઘર વસ્યા છે. સામાન્ય લોકોના માટે છત આવી છે. 


- નેપાળની પ્રાથમિકતાઓના અનુસાર તેમના વિકાસમાં સહયોગ માટે ભારતના કમિટમેંટને હું ફરીથી પુનરાવર્તિર્ત કરવા માંગુ છું. તમારો ખૂબ ખૂબ આભાર. 


- મને ખુશી છે કે અમે અમારા સહયોગના બધા ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યા છીએ. મને આશા છે કે અમે અમારી ભાગીદારીને વધુ વ્યાપક બનાવવા તથા વિવિધક્ષેત્રોમાં પોતાની ભાગીદારીને વધુ ગાઢ કરવામાં ઝડપથી આગળ વધીશું.