મુંબઇ: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને વધુ સરળ બનાવવાના સંકેત આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર ઇચ્છે છે કે 99 સામાન અથવા વસ્તુઓ જીએસટીના 18 ટકાના ટેક્સ સ્લેબમાં રહે. મોદીએ એક ખાનગી ચેનલના કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે જીએસટી લાગૂ થતાં પહેલાં ફક્ત 65 લાખ એન્ટરપ્રાઇઝ રજિસ્ટર્ડ હતા, જેમાં હવે 55 લાખનો વધારો થયો છે. 


જાણો, HOME LOAN માં શું થયો છે ફેરફાર, નફો થશે કે નુકસાન?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ''આજે, જીએસટી વ્યવસ્થા ઘણી હદે સ્થાપિત થઇ ચૂકી છે અને અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ જ્યાં 99 વસ્તુઓને જીએસટીના 18 ટકાના સ્લેબમાં આવે. તેમણે સંકેત આપ્યા છે કે જીએસટીના 28 ટકા ટેક્સ સ્લેબ ફક્ત લક્સરી ઉત્પાદો જેવી વસ્તુઓ માટે હશે. 

TV જોનારાઓ માટે 1 જાન્યુઆરીથી બદલાશે આ બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે મોંઘી


પીએમ મોદીએ કહ્યું કે અમારો પ્રયત્ન તે સુનિશ્વિત કરવાનો હશે કે સામાન્ય માણસના ઉપયોગવાળી બધી વસ્તુઓ સહિત 99 ટકા વસ્તુઓને જીએસટીના 18 ટકા અથવા તેનાથી ઓછા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવે. તેમણે કહ્યું કે 'અમારું માનવું છે કે ઉદ્યોગો માટે જીએસટીને વધુમાં વધુ સરળ કરવામાં સરળ કરવો જોઇએ. 


વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ''શરૂઆતના દિવસોમાં જીએસટી અલગ-અલગ રાજ્યોમાં હાલ વેટ અથવા ઉત્પાદન શુલ્કના આધારે નક્કી કરવામાં આવતો હતો. જોકે સમયાંતરે વાતચીત બાદ ટેક્સ વ્યવસ્થામાં સુધારો થઇ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશ દાયકાઓથી જીએસટીની માંગ કરી રહ્યો હતો. મને એમ કહેતાં ખુશી થાય છે કે જીએસટી લાગૂ થતાં વેપારમાં મુશ્કેલીઓ દૂર થઇ રહી છે અને સિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો થઇ રહ્યો છે. સાથે જ અર્થવ્યવસ્થા પણ પારદર્શી થઇ રહી છે. 

Rs 786 તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું છે રીત


ભ્રષ્ટાચાર પર બોલતાં મોદીએ કહ્યું કે ભારતમાં ભ્રષ્ટાચારને સામાન્ય ગણી લેવામાં આવ્યો હતો. આ તો ચાલે છે. જ્યારે પણ કોઇ અવાજ ઉઠાવતું તો સામેથી અવાજ આવતો હતો કે આ ભારત છે. અહીં આવું જ ચાલે છે. તેમણે કહ્યું કે જ્યારે કંપનીઓ દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેતી તો તેની અને તેમના માલિકો સાથે કશું થતું ન હતું. આમ એટલા માટે કેટલાક 'વિશેષ લોકો' દ્વારા તેમને તપાસમાં સુરક્ષા મળી હતી.