Union Budget 2024 : 7માં બજેટમાં નાણામંત્રી આ 7 જાહેરાત કરશે તો મંગળવારે લોકોને મૌજેમૌજ
Union Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટ રજૂ કરતાંની સાથે જ નિર્મલા સીતારમણ પહેલાં મહિલા નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ બનાવવાના માર્ગમાં નાણા મંત્રી સામે એવું બજેટ કરવાનો પડકાર છે, જે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાને ઘટાડી શકે. સાથે જ ઈકોનોમીની સ્પીડમાં પણ તેજી લાવવાનું કામ કરે.
Union Budget 2024 : મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં છૂટની ભેટ મળે તેવી આશા છે. તો નોકરિયાત વર્ગને આશા છેકે નાણામંત્રી આ વખતના બજેટમાં ઈન્કમ ટેક્સમાં ઘટાડા તરીકે મોટી રાહત આપી શકે છે ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે દેશના લોકોની શું છે આશા-અપેક્ષા? જાણો વિગતવાર આ અહેવાલમાં...
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટ રજૂ કરતાંની સાથે જ નિર્મલા સીતારમણ પહેલાં મહિલા નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ બનાવવાના માર્ગમાં નાણા મંત્રી સામે એવું બજેટ કરવાનો પડકાર છે, જે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાને ઘટાડી શકે. સાથે જ ઈકોનોમીની સ્પીડમાં પણ તેજી લાવવાનું કામ કરે.
- 23 જુલાઈએ મોદી સરકારનું બજેટ
- નિર્મલા સીતારમણ 7મી વખત રજૂ કરશે બજેટ
- દેશના લોકોને નાણા મંત્રી પાસેથી અનેક આશા
- નાણા મંત્રીના ટેબલેટમાંથી શું નીકળશે?
- શું મધ્યમ વર્ગના લોકોને મળશે મોટી રાહત?
- ખેડૂતો અને યુવાઓ માટે પટારામાંથી શું નીકળશે?
આ વખતના બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવા માટે ટેક્સમાં છૂટ આપી શકે છે. ઈન્કમટેક્સની મર્યાદાને 5 લાખ રૂપિયા સુધી કરી શકે છે. સાથે જ ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપીને દરેક વર્ગને રાહત આપી શકે છે. આ સમસ્યાનું સમાધાન કરીને મોદી સરકાર બીજા અનેક સેક્ટરને પણ મદદ કરશે. કેમ કેમ FMCGથી લઈને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સુધી તમામ ગ્રામીણ બજારો પર નિર્ભર છે. આવી જ રીતે ખેતીના ક્ષેત્રમાં પણ અનેક વિકાસલક્ષી યોજનાઓ જાહેર થઈ શકે છે.
ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળે તે માટે MSPની ખામીઓ દૂર કરી શકે છે. ઉત્પાદનની સરકારી ખરીદી કુલ ઉપજની માત્ર 6 ટકા જ છે. કૃષિ બજારો અને ગ્રામ હાટ જેવી વૈકલ્પિક સિસ્ટમ તૈયાર કરી શકે છે. આવી સિસ્ટમથી ખેડૂતોને MSP જેટલી કિંમત મળી શકે છે. PM કિસાન સન્માન નિધિની રકમને 6000થી વધારીને 8000 કરવામાં આવી શકે છે. આયુષ્માન ભારતનું કવરેજ વધારવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. મનરેગા-રોડ નિર્માણ માટે વધારે રકમ આપવામાં આવી શકે છે.
લોકસભાની ચૂંટણીમાં યુવાઓ માટે રોજગાર પણ સૌથી મોટો મુદ્દો હતો. એવામાં સરકાર આ બજેટમાં યુવાઓ પર ખાસ ધ્યાન આપી શકે છે તો રિયલ એસ્ટેટમાં પણ મોટી રાહત મળી શકે છે. 45 લાખ સુધીના મકાન પર મળનારી સબસિડીને 65 લાખ સુધી કરવામાં આવે તેવી માગણી છે તો હોમ લોનના વ્યાજ દરમાં પણ ટેક્સની છૂટની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવે તેવી ડિમાન્ડ છે. જ્યારે 80 સીની મર્યાદા દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવાની માગ છે...
આ સિવાય શિક્ષણ, હોસ્પિટાલિટી અને ઓટો સેક્ટર માટે પણ બજેટમાં અનેક મોટી જાહેરાત થવાની સંભાવના છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે નાણામંત્રીના ટેબલેટમાંથી દેશના લોકો માટે કઈ મોટી ભેટ નીકળે છે?