નવી દિલ્હીઃ નવા વર્ષમાં ખેડૂતો માટે એક ખુશખબરી છે. સરકાર પીએમ કિસાન નિધિની સાથે માનધન યોજનાનું પેન્શન પણ ક્રેડિટ કરવાના છે. જે બાદ ખેડૂતોના ખાતામાં એકસાથે 5 હજાર રૂપિયા ક્રેડિટ થશે. જો કે, માનધન યોજનાનો લાભ તે જ ખેડૂતોને મળશે જેમને રજિસ્ટ્રેશન કર્યું હશે. જાણકારી મુજબ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તો અને માનધન યોજના હેઠળ મળનારી 3000 રૂપિયા પેન્શન જાન્યુઆરીમાં જ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13મો હપ્તો આપવાની યોજનાઃ
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં નાના અને સિમાંત ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જેમાં ત્રિમાસિક 2,000 રૂપિયા આપવાનું આયોજન છે. સપકાર ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો આપી ચૂકી છે. નવા વર્ષમાં 13મો હપ્તો આપવાની યોજના છે. જે ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને માનધન યોજના અંતર્ગત 3000 રૂપિયા પેન્શન આપવાની સુવિધા છે. જે ખેડૂત બંને યોજનાના લાભાર્થી છે તેમના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવવાની સરકાર યોજના બનાવી રહી છે. 


આ પણ ખાસ વાંચોઃ


મોદી સરકારની આ યોજનામાં મળે છે 2 લાખ રૂપિયાનો લાભ, આ રીતે કરો રજિસ્ટ્રેશનની પ્રોસેસ


સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને  હાર્ટ


માસ્ક વિના ફરતા લોકો દુનિયાની એવી જગ્યા વિશે જાણો જ્યાં ગેસ માસ્ક વિના શક્ય નથી જીવન


60 વર્ષ પછી મળે છે પેન્શનઃ
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ ખેડૂતોને 60 વર્ષ બાદ મળવાનો શરૂ થઈ જાય છે. આ યોજનામાં સામાન્ય રકમ જમા કરાવવાની હોય છે. જે બાદ તમને આર્થિક સહાય સરકાર તરફથી મળે છે. જાણકારી મુજબ આ વખતે ખેડૂતોના ખાતામાં 13મા હપ્તાની સાથે માનધન યોજનાનું પેન્શન પણ જમા કરાવવાની યોજના છે. જો કે, સરકારે આ અંગે હજુ જાહેરાત નથી કરી. પરંતુ સુત્રોનો દાવો છે કે, 13મા હપ્તાની સાથે માનધન યોજનાની રકમ આપવાની વાત છે. 


આ લોકોને મળશે લાભઃ
જાણકારી મુજબ માનધન યોજનાનો લાભ એ જ ખેડૂતોને મળશે જેમને પીએમ કિસાન નિધિ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું હશે. આ યોજનાનો ફાયદો 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ લઈ શકશે. યોજનાથી જોડાવવા માટે પાત્ર ખેડૂતોએ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું માસિક રોકાણ કરવાનું હોય છે.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube