યુદ્ધ થશે તો કંગાળ થઇ જશે પાકિસ્તાન, ડામાડોળ થઇ જશે પાડોશી દેશની અર્થવ્યવસ્થા
આતંકવાદને સહારો આપનાર પાકિસ્તાન જો યુદ્ધ કરે છે તો તેની અર્થવ્યવસ્થા ડગમગી જશે. વિદેશી સહાયતાથી ગુજરાન ચલાવી રહેલું પાકિસ્તાન કંગાળ થઇ જશે. તેને જરૂરી વસ્તુઓ આયાત કરવા માટે વિદેશી મુદ્વા એકઠી કરવી મુશ્કેલ થઇ જશે. બીજી તરફ ભારતીય અર્થવ્યસ્થા પોતાના મજબૂત આધાર સ્તંભના સહારે કોઇપણ સ્થિતિનો સામનો કરી શકે છે. હકિકત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા દરેક મામલે પાકિસ્તાની અર્થવ્યવસ્થા કરતાં અનેક ગણી સારી છે.
નવી દિલ્હી: આતંકવાદને સહારો આપનાર પાકિસ્તાન જો યુદ્ધ કરે છે તો તેની અર્થવ્યવસ્થા ડગમગી જશે. વિદેશી સહાયતાથી ગુજરાન ચલાવી રહેલું પાકિસ્તાન કંગાળ થઇ જશે. તેને જરૂરી વસ્તુઓ આયાત કરવા માટે વિદેશી મુદ્વા એકઠી કરવી મુશ્કેલ થઇ જશે. બીજી તરફ ભારતીય અર્થવ્યસ્થા પોતાના મજબૂત આધાર સ્તંભના સહારે કોઇપણ સ્થિતિનો સામનો કરી શકે છે. હકિકત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થા દરેક મામલે પાકિસ્તાની અર્થવ્યવસ્થા કરતાં અનેક ગણી સારી છે.
જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, તો ભારત પર પડશે આ 6 મોટી અસર
સીઆઇએ ફેક્ટબુકના અનુસાર પીપીપી આધાર પર 2017માં ભારતનો જીડીપી 9.47 લાખ કરોડ ડોલરનો છે જ્યારે પાકિસ્તાન ફક્ત એક લાખ કરોડ ડોલરનો છે. આ પ્રકારે ભારતીય અર્થવ્યવસ્થાનો આકાર પાકિસ્તાનના મુકાબલે 9 ગણો વધુ છે. આ ઉપરાંત ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર પણ પાકિસ્તાનના મુકાબલે ખૂબ વધુ છે. વર્ષ 2017માં પાકિસ્તાની અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર છ ટકા હતો.
પાકિસ્તાની અર્થવ્યવસ્થામાં રોકાણના દર પણ માત્ર 15 ટકાની આસપાસ છે જ્યારે ભારતમાં આ આંકડો 30 ટકાની નજીક છે. આ પ્રકારે ભારતનો વિદેશી મુદ્વા ભંડાર 400 અરબ ડોલરથી વધુ છે જ્યારે પાકિસ્તાનની પાસે ફક્ત 18 અરબ ડોલરની વિદેશી મુદ્વા ભંડાર છે. આ પ્રકારે ભારત પાસે પડોશી દેશના મુકાબલે 20 ગનો વધુ વિદેશી મુદ્વા ભંડાર છે.
ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા સમાચાર, ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વેમાં કર્યું ટોપ
ખાસ વાત એ છે કે પાકિસ્તાનની પાસે વિદેશી મુદ્વાની કમાણી કરવાનો કોઇ માધ્યમ પણ નથી. પાકિસ્તાના આખા વર્ષમાં ફક્ત 32 અરબ ડોલરનો નિર્યાત કરે છે જ્યારે ભારતનું એક વર્ષનું નિર્યાત 300 અરબ ડોલરથી વધુ છે. આ પ્રકારે ભારતનો નિર્યાત પણ પાકિસ્તાનના મુકાબલે દસ ગણો વધારો છે. ભારતનો પ્રતિ વ્યક્તિ જીડીપી 7,200 ડોલર છે જ્યારે પાકિસ્તાનનો માત્ર 5,400 ડોલર છે. આ મામલે પણ ભારત પાકિસ્તાન પર હાવી છે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સામાજિક સુવિધાઓના મામલે પણ ભારતનો ખર્ચ પાકિસ્તાનના મુકાબલે ખૂબ વધુ છે. જોકે ભારત સ્વાસ્થ્ય પર જીડીપીનો 4.7 ટકા છે જ્યારે પાકિસ્તાન પોતાના જીડીપીનો માત્ર 2.6 ટકા જ સ્વાસ્થ્ય વ્યવ્સ્થા પર ખર્ચ કરે છે.
1 એપ્રિલથી કાર્ડ પર ચાર્જ રિવાઇઝ કરી રહી છે HDFC બેંક, ડ્યૂ ડેટ પછી પેમેંટ પર લાગશે આટલી પેનલ્ટી
પાકિસ્તાન પોતાનો ગુજારો વિદેશી સહાયતાથી કરે છે. જોકે તાજેતરના વર્ષોમાં અમેરિકાએ પાકિસ્તાનને મદદમાં કાપ કર્યો છે. જાણકારોનું માનીએ તો જે પ્રકારે ભારતે પાકિસ્તાનને કૂટનીતિક રીતે અલગ-થલગ કરવાનું અભિયાન છેડ્યું છે, તેનાથી આગામી સમયમાં પણ આર્થિક તરીકે તેના માટે મુસીબતો વધી છે. પાકિસ્તાનનો સૌથી સૌથી વધુ નિર્યાત અમેરિકાનો હોય છે જ્યારે સૌથી વધુ આયાત તે ચીનથી કરે છે. એવામાં ભારતની સાથે યુદ્ધ કરવાની સ્થિતિમાં પાકિસ્તાની અર્થવ્યવસ્થા ડગમગી શકે છે.