National Savings Scheme: PM મોદીએ આ યોજનામાં કર્યું છે રોકાણ, તમે પણ આ સરકારી સ્કીમમાં રોકી શકો છો પૈસા. થોડા જ સમયમાં મળશે મોટો લાભ. જો તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી રહ્યા છો, તો તમારે આ યોજના અંગે જરૂર જાણવું જોઈએ. આ યોજના એટલી લોકપ્રિય છે કે પ્રધાનમંત્રી મોદીએ પણ તેમાં રોકાણ કર્યું છે. જો તમે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા ઈચ્છતા હોવ તો નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એક સારો વિકલ્પ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ યોજનામાં રોકાણ કરી ચૂક્યા છે. આ યોજનામાં લઘુત્તમ રોકાણ મર્યાદા પણ ઘણી ઓછી છે. એક હજાર રૂપિયાથી પણ તમે રોકાણની શરૂઆત કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ-
જો તમે ઝિરો રિસ્ક પર રોકાણ કરવા માગો છો તો આ યોજના તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. 


કેવી રીતે કરશો રોકાણ?
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 5 વર્ષનો લઘુત્તમ લૉક ઈન પીરિયડ હોય છે. એટલે કે રોકાણ કર્યા બાદ તમે 5 વર્ષ પછી જ તમારા પૈસા ઉપાડી શકો છો. આ યોજનામાં તમે ત્રણ રીતે રોકાણ કરી શકો છો.


સિંગલ ટાઈપમાં તમે પોતાના માટે કે કોઈ સગીર માટે રોકાણ કરી શકો છો.


જોઈન્ટ એ ટાઈપ (Joint A Type)- આ પ્રકારની યોજનામાં બે લોકો એક સાથે મળીને રોકાણ કરી શકે છે. 


જોઈન્ટ બી ટાઈપ (Joint B Type) આ યોજનામાં રોકાણ બે લોકો કરે છે, પણ મેચ્યોરિટી પર પૈસા કોઈ એક રોકાણકારને જ આપવામાં આવે છે.


કેટલું રોકાણ કરી શકો છો?
આ યોજનામાં વ્યાજદર 6.8 ટકા છે. આ યોજનામાં તમે એક હજાર રૂપિયાનું પણ રોકાણ કરી શકો છો અને 100ના મલ્ટીપલમાં પણ પૈસા રોકી શકો છો.