દરરોજ 200 રૂપિયાની બચત, 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી, જાણો સ્કીમ
સરકારની ઘણી એવી સ્કીમ્સ છે જેમાં તમે દરરોજ સામાન્ય પૈસાની બચત કરી મોટી રકમ બનાવી શકો છો. આવી એક સ્કીમ છે નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (National Savings Time Deposit Account).
નવી દિલ્હીઃ જો ભવિષ્યમાં મોટી રકમ જોઈએ તો તે માટે જરૂરી છે કે અત્યારથી બચત શરૂ કરી દો. સરકારની ઘણી એવી સ્કીમ્સ છે જેમાં તમે દરરોજ સામાન્ય પૈસાની બચત કરી મોટી રકમ બનાવી શકો છો. આવી એક સ્કીમ છે નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (National Savings Time Deposit Account). આ સ્કીમમાં 200 રૂપિયાની બચત કરીએ તો 5 વર્ષ બાદ 5 લાખ રૂપિયા મળવાની ગેરંટી છે. આવો વિગતવાર જાણીએ.
ઓછામાં ઓછા 1 હજારનું રોકાણઃ હકીકતમાં નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટમાં તમે એક વર્ષથી 5 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. આ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાનું રોકાણ કરવુ જરૂરી હોય છે. તો વધુમાં વધુ રકમ નક્કી નથી. કહેવાનો અર્થ છે કે તમે જેટલી ઈચ્છો એટલી રકમ ડિપોઝિટ કરી શકો છો. આ સ્કીમ બેઠળ વાર્ષિક વ્યાજદર આપવામાં આવે છે, પરંતુ તેની ગણના ત્રણ મહિનાના આધાર પર કરવામાં આવે છે. વર્તમાનમાં 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજદર મળી રહ્યું છે.
કઈ રીતે બનશે 5 લાખ રૂપિયાઃ દરરોજ 200 રૂપિયાની બચત કરો છો તો મહિનાના આધાર પર નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટમાં 6 હજાર રૂપિયાનું રોકાણ કરવા સક્ષમ હશો. આ રોકાણ પર 5 વર્ષમાં તમારી ડિપોઝિટ 3 લાખ 60 હજાર રૂપિયા થઈ જશે. કારણ કે આ સ્કીમમાં 5 વર્ષ માટે વાર્ષિક વ્યાજદર 6.70 ટકા નક્કી કરવામાં આવ્યો છે તો તમારી ડિપોઝિટ પર વ્યાજ 1 લાખ 42 હજાર રૂપિયાની નજીક હશે.
આ પણ વાંચોઃ IRCTCમાં વ્યાજબી ભાવે કરો ચાર જ્યોતિલિંગની યાત્રા, જાણી લો ખાસ ઓફર
રોકાણની રકમઃ 3 લાખ 60 હજાર રૂપિયા
સમયઃ 5 વર્ષ
વ્યાજનો દરઃ 6.70
5 વર્ષ બાદ વ્યાજની રકમઃ 1,41,864 રૂપિયા
કુલ મેચ્યોરિટી રકમઃ 5,01,864 રૂપિયા (360000+1,41,864 રૂપિયા)
ટેક્સ બેનિફિટ પણઃ આ સ્કીમમાં ટેક્સ રીબેટ પણ મળે છે. તમે રોકાણ કરીને ટેક્સ સેવિંગ કરી શકો છો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ ડિપોઝિટ રકમમાં 158% ની વૃદ્ધિ થઈ છે. આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવવાથી 1.82 કરોડ લોકોને ફાયદો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube