તહેવાર સીઝનમાં આમ આદમીને આંચકો, નેચરલ ગેસની કિંમતમાં થયો વધારો, મોંઘો થશે
આ વધારો થયા બાદ હવે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઓક્ટોબરથી જ રસોઇ ગેસના ભાવમાં વધારો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબરના રોજ થનાર કિંમતોની સમીક્ષામાં નેચલ ગેસના ભાવ વધારવામાં આવી શકે છે. જોકે સરકાર તરફથી દર 6 મહિને કિંમત નક્કી કરવામાં આવે છે. આ સમીક્ષા દર વર્ષે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ કરે છે. હવે નેચરલ ગેસની કિંમત વધારવા પર આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સીએનજીના ભાવ વધારવામાં આવી શકે છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ વધારો
આ ઉપરાંત શુક્રવારને ક્રૂડ ઓઇલની કિંમતમાં તેજી જોવા મળી છે. ક્રૂડ ઓઇલની કિંમત 27 રૂપિયાની તેજી સાથે 6,727 રૂપિયા પ્રતિ બેરલ થઇ ગઇ છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં ક્રૂડ ઓઇલના ઓક્ટોબર મહિનામાં ડિલીવરીવાળા કરાર કિંમતમાં તેજી નોંધાઇ છે. ઓક્ટોબર મહિનામાં ડિલીવરીવાળા કરાર કિંમત 27 રૂપિયા અથવા 0.4 ટકાની તેજી સાથે 6,727 રૂપિયા પ્રતિ બેરલ થઇ ગઇ. તમને જણાવી દઇએ કે તેમાં 6,085 લોટનો કારોબાર થયો. બજાર વિશ્લેષકોએ કહ્યું કે કારોબારીઓ દ્વારા પોતાના સોદાનો આકાર વધતાં ક્રૂડ ઓઇલ વાયદા કિંમતોમાં તેજી આવી.