Multibagger Stock: આયરન કાઢનારી દેશની સૌથી મોટી કંપની NMDC  પોતાના ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આમ તો 5 જાન્યુઆરીએ NMDC ના શેર કારોબારના અંતમાં ઘટીને 222.65 રૂપિયા પર બંધ થયા છે. પરંતુ ઈન્ટ્રા ડેમાં તે પોતાના ઘણા વર્ષોના હાઈ લેવલ પર પહોંચી ગયા હતા. આ દરમિયાન NMDC ના સ્ટોકે ઈન્વેસ્ટરોને જોરદાર કમાણી કરાવી છે. લોન્ગ ટર્મમાં જોઈએ તો તેણે માત્ર 22 હજારનું રોકાણ કરનારને કરોડપતિ બનાવી દીધા છે. તો શોર્ટ ટર્મમાં પણ સ્ટોકે 8 મહિનાથી ઓછા સમયમાં ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. ઘરેલુ બ્રોકરેજ ફર્મ શેરખાને કંપનીની દમદાર સ્થિતિ જોતા તેની ટાર્ગેટ પ્રાઇઝ પણ વધારી દીધી છે. તે પ્રમાણે NMDC ના શેર પોતાની વર્તમાન પ્રાઇઝથી 10 ટકા વધુ ઉપર ભાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NMDC ના શેર 2 ફેબ્રુઆરી 2001ના માત્ર 47 રૂપિયાના ભાવ પર હતા. જ્યારે શુક્રવાર 5 જાન્યુઆરી 2024ના શેર 222.65 રૂપિયા પર બંધ થયા છે. આ પ્રમાણે જુઓ તો 23 વર્ષમાં માત્ર 22 હજારનું રોકાણ કરી ઈન્વેસ્ટરો કરોડપતિ બની ગયા છે. આ સ્ટોકે ન માત્ર લોન્ગ ટર્મમાં પરંતુ શોર્ટ ટર્મમાં પણ સારી કમાણી કરાવી છે. પાછલા વર્ષે 19 મે 2023ના આ શેર એક વર્ષના નિચલા સ્તર 103.75 રૂપિયા પર હતો. ત્યારબાદ 8 મહિનાથી ઓછા સમયમાં 119 ટકા વધી શુક્રવારે 13 વર્ષની હાઈ પર પહોંચી ગયો છે. આ હાઈથી સ્કોટ 2 ટકાથી વધુ ડાઉનસાઇડ છે. 


આવો જાણીએ NMDC ઈન્વેસ્ટર આગળ શું કરે?
નાણાકીય વર્ષ 2023-24 ના શરૂઆતી નવ મહિના એપ્રિલ-ડિસેમ્બર 2023માં NMDC નું લોખંડ-આયરન ઉત્પાદન વાર્ષિક આધાર પર 18 ટકા વધી 31.8 મેટ્રિક ટન રહ્યું. જ્યારે આ દરમિયાન સેલ્સ વોલ્યૂમ 24 ટકાના ગ્રોથ સાથે 32 મેટ્રિક ટન પર પહોંચી ગયું છે. તેવામાં હવે નાણાકીય વર્ષ 2024માં 23-28 ટકાના પ્રોડક્શન ગ્રોથનો ટાર્ગેટ શક્ય લાગી રહ્યો છે. તેનું 47-49 મેટ્રિક ટન પહોંચવાનું લક્ષ્ય છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે લંપ આયરનની કિંમતોમાં 20 ટકા અને ફાઇન્સ આયરનની કિંમતમાં 26 ટકાનો વધારો થયો છે અને બ્રોકરેજ શેરખાન પ્રમાણે તેનો ફાયદો ડિસેમ્બર ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. તેવામાં તેનું રિઝલ્ટ જરૂર સારૂ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ શેર બજારમાં કમાણીની તક, આગામી સપ્તાહે ઓપન થશે ત્રણ IPO, જાણો વિગત


કંપનીને ઘરેલુ સ્તર પર સ્ટીલની વધતી માંગનો ફાયદો મળી શકે છે. તેની પાસે 14 હજાર કરોડ રૂપિયા એટલે કે વર્તમાન માર્કેટ કેપનું 22 ટકા કેશમાં છે, જે તેને સારી સ્થિતિમાં રાખી રહ્યું છે. આ વાતોને જોતા બ્રોકરેજે તેના શેરમાં ખરીદીનું રેટિંગ યથાવત રાખ્યું છે, પરંતુ તેની ટાર્ગેટ પ્રાઇઝ વધારી 245 રૂપિયા કરી દીધી છે. 


ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે, આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube