નવી દિલ્હીઃ  Tomato Price Relief News: મોંઘા ટામેટાના ભાવમાં તમને મોટી રાહત મળવાની છે. કેન્દ્ર સરકારે 20 ઓગસ્ટ 2023ના રવિવારથી 40 રૂપિયા પ્રતિ કિલોમાં ટામેટા વેચવાનો નિર્દેશ કર્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ કંઝ્યૂમરે એનસીસીએફ (NCCF) અને નાફેડ (NAFED)ને 40 રૂપિયા પ્રતિ કિલોમાં ટામેટા વેચવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટામેટાંના પુરવઠામાં સુધારો, જથ્થાબંધ અને છૂટક બજારમાં ભાવ ઘટ્યા પછી, ખાદ્ય ગ્રાહક બાબતોના મંત્રાલયે NCCF અને નાફેડને 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા જણાવ્યું છે. આ પહેલા 15 ઓગસ્ટથી સ્વતંત્રતા દિવસના અવસર પર, સરકારે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની સૂચના આપી હતી. પરંતુ માત્ર પાંચ દિવસમાં સરકારી એજન્સીઓ દ્વારા વેચાતા ટામેટાંના ભાવમાં પ્રતિ કિલો રૂ.10નો ઘટાડો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના LTC નિયમમાં કર્યો ફેરફાર, હવે પહેલા કરતા મળશે વધુ ફાયદો


મંત્રાલયે જણાવ્યું કે 14 જુલાઈ 2023થી દિલ્હી-એનસીઆરમાં સસ્તા ભાવ પર રિટેલ માર્કેટમાં ટામેટા વેચવાની શરૂઆત કરી હતી, જેથી લોકોને રાહત મળી શકે. 14 જુલાઈથી લઈને અત્યાર સુધી નાફેડ અને એનસીઆરે 15 લાખ કિલો ટામેટા ખરીદી રિટેલ માર્કેટમાં વેચ્યા છે. દિલ્હી એનસીઆર સિવાય રાજસ્થાનના જોધપુર, કોટા, ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને બિહારના પટના, મુજફ્ફરપુર, આરા, બક્સરમાં સસ્તા ભાવે ટામેટા વેચવામાં આવ્યા છે. 


હકીકતમાં વધુ વરસાદને કારણે પાકને થયેલા નુકસાન અને સપ્લાયમાં સમસ્યાને કારણે દેશના ઘણા રાજ્યોમાં ટામેટાનો ભાવ પ્રતિ કિલો 250-300 રૂપિયા પહોંચી ગયો હતો. ત્યારબાદ એનસીસીએફ અને નાફેડે 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાની શરૂઆત કરી હતી. 16 જુલાઈ 2023ના કિંમત ઘટાડી 80 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવી હતી. 20 જુલાઈએ કિંમત ઘટાડી 70 રૂપિયા, સ્વતંત્રતા દિવસથી 50 રૂપિયા અને હવે 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનો નિર્ણય કર્યો છે. 


આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીની ચમક વધી, આજે ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ કિંમત


NCCFએ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડામાં મોબાઈલ વાન લગાવીને સામાન્ય લોકોને સસ્તા ભાવે ટામેટાં વેચ્યા છે. NCCF ONDC દ્વારા ઓનલાઈન સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરે છે. ઉપભોક્તા બાબતોના વિભાગ, NCCF અને Nafedએ આ ટામેટાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી ખરીદ્યા છે અને તેને એવા સ્થળોએ વેચ્યા છે જ્યાં તેની કિંમત ઘણી વધારે હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube