મેગી અને કોફી જેવી પ્રોડક્ટ વેચનારી FMCG કંપની નેસ્લે ઈન્ડિયા (Nestle India Limited)ના શેર NSE પર મંગળવારે 4.70 ટકા ઉછળીને બંધ થયા હતા. આ તેજીના કારણે નેસ્લે ઈન્ડિયાનો એક શેર 25499 રૂપિયાની કિંમતે પહોંચી ગયો. નેસ્લેના શેરોનું 52 વીકનું હાઈ લેવલ 25705 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 17880 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 2.46 ટ્રિલિયન રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nestle India ના શેરમાં 4.70 ટકાના ઉછાળાનું કારણ પ્રતિ શેર પર રોકાણકારોને 1144 રૂપિયા થયેલી કમાણી છે. છ મહિના દરમિયાન આ શેરે 11.08 ટકાનો વધારો નોંધાવ્યો જેનો અર્થ એ થયો કે નેસ્લેના દરેક શેર પર 2543 રૂપિયાની કમાણી થઈ છે. મંગળવારે નેસ્લે ઈન્ડિયાના શેરોમાં શાનદાર તેજીનું કારણ કંપની તરફથી લેવાયેલો એક નિર્ણય હતો. 


2500 રૂપિયામાં મળશે શેર
નેસ્લે કંપનીએ નિર્ણય લીધો છે કે તે પોતાના શેરોને સ્પ્લિટ કરશે. કંપની શેરોને 1:10 ના રેશ્યોથી સ્પ્લિટ કરશે. તેનો અર્થ એ થયો કે નેસ્લે ઈન્ડિયા 1 શેરને 10 ટુકડામાં વહેંચી નાખશે. આવામાં જો કોઈની પાસે નેસ્લે ઈન્ડિયાના 10 શેર હશે તો આ ટુકડા બાદ તેની પાસે કુલ 100 શેર થઈ જશે. જ્યારે 25 હજારના એક શેરને 10 ટુકડામાં વહેંચી નાખવાથી એક શેરની કિંમત 2500 રૂપિયા થઈ જશે. નેસ્લે ઈન્ડિયાએ 5 જાન્યુઆરીને સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. 


કંપનીએ કેમ લીધો આ નિર્ણય
નેસ્લે ઈન્ડિયા શેર સ્પ્લિટ કરીને શેરોની સંખ્યા વધારશે. જેના કારણે શેરની લિક્વિડિટી વધશે. સ્પ્લિટ કરવાથી શેરધારકોને રેકોર્ડ ડેટ પર વધુ શેર મળશે. નોંધનીય છેકે નેસ્લે ઈન્ડિયાના શેરમાં જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં 30.35 ટકાનો ઉછાળો આવ્યો છે. એક મહિના દરમિયાન 4.92 ટકા અને એક વર્ષ દરમિયાન 26.64 ટકાનો વધારો નોંધાયો છે. લોંગ ટર્મ એટલે કે 5 વર્ષમાં આ સ્ટોકે 132 ટકા અને 13 વર્ષમાં 922 ટકાનું રિટર્ન આપ્યું છે. 


નેસ્લેને થયો આટલો ફાયદો
બીજા ત્રિમાસિકમાં નેસ્લે ઈન્ડિયાનો નેટ પ્રોફિટ 36 ટકા વધીને 908 કરોડ રૂપિયા થઈ ગયો. જ્યારે રાજસ્વ 9.06 ટકા વધારા સાથે 5036 કરોડ રૂપિયા થયું. અત્રે જણાવવાનું કે આ વર્ષે FMCG કંપનીઓની સરખામણીમાં નેસ્લે ઈન્ડિયાએ સૌથી સારું પ્રદર્શન કર્યું છે. 


(ખાસ નોંધ: આઈપીઓ માર્કેટમાં રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ ચોક્કસપણે લઈ લેવી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube