નવી દિલ્હી : રિઝર્વ બેંક બહુ જલ્દી 100 રૂ.ની નવી નોટ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ નવી નોટ જાંબલી રંગની હશે અને એના પર વૈશ્વિક ઓળખ સમી ગુજરાતની ઐતિહાસિક રાણી કી વાવની ઝલક જોવા મળશે. આકારમાં આ નોટ જૂની 100 રૂ.ની નોટથી નાની તેમજ 10 રૂ.ની નોટ કરતા થોડી મોટી હશે.  8 નવેમ્બર, 2016ના દિવસે જાહેર કરાયેલી નોટબંધી પછી આરબીઆઇ તરફથી 10, 50, 200, 500 અને 2000ના નવી નોટ બહુ જલ્દી માર્કેટમાં આવી જશે. સમાચાર એજન્સી એએનઆઇ તરફથી જાહેર કરાયેલી આ નોટની તસવીરમાં દેખાય છે કે તે હળવા જાંબલી રંગની હશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...