Bajaj : પલ્સર બાદ બજા લાવી રહ્યું છે નવું બાઇક `ડોમિનર` છે દમદાર, જાણો હકીકત
નવું વર્ષ શરૂ થતાંની સાથે જ જાણે ઓટો કંપનીઓએ બજારમાં નવા મોડલ ઉતારવા શરૂ કરી દીધા છે. નવા વર્ષના પ્રારંભથી જ ઓટો માર્કેટ ધીરે ધીરે પકડ જમાવી રહ્યું છે. નવી વેગન આર, ટાટાની એસયૂવી હેરિયર અને નિસાનની કિક્સ લોન્ચ થયા બાદ હવે જાણે ટુ વ્હિલર કંપનીઓ બજાર માટે સજ્જ થઇ રહી છે. બજાજ પોતાના નવા સુપર બાઇક ડોમિનર 400 (Bajaj Dominar 400) ને બજારમાં ઉતારવા તૈયાર થઇ રહ્યું છે. તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે અને આગામી ફેબ્રુઆરી માસમાં નવી બાઇકનું લોન્ચ કરાશે. પલ્સર બાદ બજાજ કંપનીનું આ નવું બાઇક વધુ દમદાર છે. કંપની તરફથી બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.
નવી દિલ્હી : નવું વર્ષ શરૂ થતાંની સાથે જ જાણે ઓટો કંપનીઓએ બજારમાં નવા મોડલ ઉતારવા શરૂ કરી દીધા છે. નવા વર્ષના પ્રારંભથી જ ઓટો માર્કેટ ધીરે ધીરે પકડ જમાવી રહ્યું છે. નવી વેગન આર, ટાટાની એસયૂવી હેરિયર અને નિસાનની કિક્સ લોન્ચ થયા બાદ હવે જાણે ટુ વ્હિલર કંપનીઓ બજાર માટે સજ્જ થઇ રહી છે. બજાજ પોતાના નવા સુપર બાઇક ડોમિનર 400 (Bajaj Dominar 400) ને બજારમાં ઉતારવા તૈયાર થઇ રહ્યું છે. તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે અને આગામી ફેબ્રુઆરી માસમાં નવી બાઇકનું લોન્ચ કરાશે. પલ્સર બાદ બજાજ કંપનીનું આ નવું બાઇક વધુ દમદાર છે. કંપની તરફથી બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.
બજાજ દ્વારા નવા બાઇક ડોમિનરની સાથે નવા એવેન્જરને બજારમાં લોન્ચ કરવાનું પ્લાન કરી રહી છે. આ બંને બાઇક BS 4 ટેકનોલોજી સાથેના છે અને એમાં ABS (Anti Break System) એન્ટી બ્રેક સિસ્ટમ પણ છે. ડોમિનર બજાજની ગણતરી પાવરફુલ અને મોંઘા બાઇકમાં થઇ રહી છે. જેની કિંમત અંદાજે 1.5 લાખથી 1.65 લાખ રૂપિયા વચ્ચે હશે. નોન એન્ટી બ્રિકંગ સિસ્ટમ વાળી આ બાઇકની કિંમત 1.49 લાખ રૂપિયા અને એબીએસ સિસ્ટમવાળા બાઇકની એક્સ શો રૂમ કિંમત 1.63 લાખ રૂપિયા હોઇ શકે છે. જોકે હાલમાં બુકિંગ પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
પાવરફુલ એંજિન
ડોમિનર 400માં 373 સીસી લિક્વિડ કૂલ્ડ ફ્યુઅલ ઇન્જેક્ટેડ એંજિન આપવામાં આવ્યું છે. સિંગલ સિલિન્ડર એંજિન 35 બીપીએસ પાવર અને 35 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. ડોમિનરમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યા છે. જે સ્લિપર ક્લચ અને સ્ટાર્ન્ડડ ફિટમેન્ટ સાથે છે. ડોમિનર 148 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે. મોટર સાયકલમાં ટ્વિન પોર્ટ એગ્જોસ્ટ સિસ્ટમ પણ મળશે જે અગાઉની સરખામણીમાં એક થ્રોટ સાઉન્ડ પેદા કરે છે.
10 હજાર રૂપિયા વધુ હશે
નવા ડોમિનર 400માં શાનદાર ગ્રાફિક્સ, આકર્ષક રંગ, ફંકી અને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. એંજિનમાં ડબલ ઓવરહેડ કૈમ લેઆઉટ આપવામાં આવ્યો છે. બાઇકમાં 320 એમએમની ફ્રેન્ટ ડિસ્ક બ્રેક અને 230 એમએમ રિયર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. વધુ સુરક્ષાના ઉદ્દેશથી એન્ટી ડ્યુલ બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આશા છે કે નવા ડોમિનરની કિંમચ વર્તમાન બાઇક કરતાં 10 હજાર રૂપિયા જ વધુ છે.