Net Banking Rules 1st May 2024: આગામી બે દિવસમાં પૈસા સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર થવાનો છે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ એલપીજી સિલિન્ડર, સીએનજી, પીએનજીના ભાવ નક્કી થાય છે. બેન્કો સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થતાં હોય છે. સય બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કે પોતાના સેવિંગ એકાઉન્ટના ઘણા ચાર્જ વધારી દીધા છે. એટલે કે આ બંને બેન્કોના ગ્રાહકોએ બેન્કની સર્વિસનો ફાયદો ઉઠાવવા માટે વધુ પૈસા ચુકવવા પડશે. તેવામાં રોકાણ કરવા માટે ઓછો સમય બચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેસ સિલિન્ડર
દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ રસોઈ ગેસ એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કંપનીઓ 14 કિલોવાળા ઘરેલુ સિલિન્ડર અને 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે. સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ નક્કી થાય છે.


Yes Bank ના સેવિંગ એકાઉન્ટના બદલાશે નિયમ
Yes Bank બેન્કની વેબસાઇટ પર કહેવામાં આવ્યું કે સેવિંગ્સ એકાઉન્ટ્સના અલગ-અલગ વેરિએન્ટ્સના મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકાઉન્ટ પ્રો મેક્સમાં મિનિમમ એવરેજ બેલેન્સ 50,000 રૂપિયા હશે. મેક્સિમમ ચાર્જ માટે 1000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, Yes Essence SA અને YES Respect SA માં હવે મિનિમમ બેલેન્સ 25000 રૂપિયા હશે. આ એકાઉન્ટ માટે ચાર્જની મેક્સિમમ મર્યાદા 750 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સેવિંગ એકાઉન્ટ પ્રોમાં હવે મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા હશે. ચાર્જેસ માટે મેક્સિમમ 750 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડો


ICICI બેન્કના નિયમમાં ફેરફાર
ICICI બેન્કે પણ ઘણા પ્રકારની સર્વિસ અને ચાર્જમાં ફેરફાર કર્યો છે. ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 200 રૂપિયા કરી દેવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં તે 99 રૂપિયા વર્ષે હશે. એક વર્ષમાં 25 પેજવાળી ચેકબુક માટે કોઈ ચાર્જ લાગશે નહીં. ત્યારબાદ દર પેજ માટે 4 રૂપિયા ચુકવવા પડશે. IMPS ના ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ પર ચાર્જ લાગશે. તે 2.50થી 15 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વચ્ચે હશે. આ તમારા અમાઉન્ટ પર નિર્ભર કરે છે.


HDFC Bank ની સીનિયર સિટીઝન માટે વીકેયર એફડી
HDFC Bank એ સીનિયર સિટીઝન કેયર એફડીમાં 10 મે 2024 સુધી રોકાણ કરી શકો છો. બેન્ક સીનિયર સિટીઝનને 0.75 ટકા એક્સ્ટ્રા વ્યાજ આપે છે. આ તમારા રેગુલર એફડીથી થોડું વધુ વ્યાજ છે. સીનિયર સિટીઝનને 5 વર્ષ માટે એક દિવસથી લઈને 10 વર્ષની એફડી પર 7.75 ટકાનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ 5 કરોડ રૂપિયાથી ઓછીની એફડી પર મળે છે.


આ પણ વાંચોઃ બેન્ક એકાઉન્ટમાં આટલા લાખથી વધુ રૂપિયા રાખ્યા તો આવી જશે ઈનકમ ટેક્સની નોટિસ