Car rates can be increase: દેશમાં સતત મોંઘવારી સાતમા આસમાને પહોંચી રહી છે. એકતરફ પેટ્રોલ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સતત મોંઘી બનતી જાય છે. ત્યારે સરકાર ઘણી વસ્તુઓના ભાવ ઘટાડવા માટે તૈયાર છે. ત્યારે હવે 1 જૂનથી કાર ખરીદનારો માટે મુશ્કેલીઓ વધવાની છે. માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું છે કે વિભિન્ન શ્રેણીઓના વાહનોમાં થર્ડ પાર્ટી ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં 6 ટકાથી માંડીને 17 ટકાનો વધારો થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી નોટિફિકેશન અનુસાર 1000 થી 1500 સીસી સુધીની પ્રાઇવેટ કારો પર ઇંશ્યોરન્સ પ્રીમિયમમાં 6% નો વધારો કરવામાં આવશે. તો બીજી તરફ 1000 સીસી સુધીની કારો પર થનાર થર્ડ પાર્ટી ઇંશ્યોરન્સ (એકહપ્તે 3 વર્ષ) માં 23% વધુ ચૂકવવા પડશે. તો બીજી તરફ 1000 થી 1500 સીસીની નવી પ્રાઇવેટ કારોનું થર્ડ પાર્ટી પ્રીમિયમ પણ હવે 11% ચૂકવવું પડશે. 


સાથે જ નવા ટુ વ્હીલરની ખરીદી માટે આ મોંઘવારી પર અસર પડશે. તમને જણાવી દઇએ કે બાઇક ખરીદદારોનો થર્ડ પાર્ટી પ્રીમિયમ હવે 17% વધુ આપવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube