નવી દિલ્હી: Electricity Amendment Bill 2021: જો તમને વિજ સેવાઓ આપનાર કંપનીથી પરેશાની છે અથવા તેના દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી તમે ખુશ નથી તો તમારી પાસે હવે વિજ કંપની બદલવા અને ઇચ્છાનુસાર નવી કંપની સિલેક્ટ કરવાનો અધિકાર હશે. આ એ રીતે કામ કરશે  જેમકે તમે કોઇ ટેલિકોમ કંપનીની સેવાઓથી નાખુશ છો તો બીજી ટેલિકોમ કંપની પર પોર્ટ કરો છો. જોકે સોમવારથી મોનસૂન સત્ર શરૂ થઇ રહ્યું છે. તેમાં એક ક્ષેત્રમાં ઘણી કંપનીઓને આપૂર્તિ કરવાની જવાબદારી આપવામાં આવશે જેથી ગ્રાહકોની પાસે પોતાની પસંદની કંપની સિલેક્ટ કરવાનો વિકલ્પ હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG Gas Cylinder: હવે Address Proof વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો એપ્લાય
 
મોનસૂન સત્રમાં રજૂ થઇ શકે છે બિલ
પાવર એન્ડ રિન્યૂઅલ એનર્જી મિનિસ્ટર આર કે સિંહના અનુસાર સરકારે સોમવારે શરૂ થનાર મોનસૂન સત્રમાં Electricity Amendment Bill 2021 રજૂ કરી શકે છે. જો આમ થયું તો આ પાવર ડિસ્ટ્રીબ્યૂશનના ક્ષેત્રમાં એક મોટો રિફોર્મ થશે, જે ગ્રાહકોને એક મોટી તાકાત હશે. જાન્યુઆરીમાં Electricity Amendment Bill 2021 નો એક પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે જાહેર કરી દીધું હતું. 

તમારા રૂપિયા પર મળશે રિટર્નની ગેરેન્ટી, આ છે રોકાણ માટે બેસ્ટ સ્કીમ


વિજમંત્રીએ એક ઇવેંટમાં કહ્યું હતું કે અમે વિજ ઉત્પાદનની માફક તેને વિતરણને પણ ડીલાઇસેંસ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેને લઇને કેબિનેટ એક કેબિનેટ નોટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી તમામ મંત્રાલયોને મંજૂર કરી દીધું છે પરંતુ કાનૂન મંત્રાલયની એક-બે પ્રશ્ન છે. તેમણે કહ્યું હતું કે તેને જલદી જ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે અને સંસદના આગામી સત્રમાં રજૂ કરીને પાસ કરવાનો પ્રયત્ન થશે. તમને જણાવી દઇએ કે મોનસૂન સત્ર 19 જુલાઇથી શરૂ થઇ શકે છે અને 13 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. 

પુરુષોને બોડીમાં આ લક્ષણો દેખાય તો, તુરંત જ ડોકટરનો સંપર્ક કરો, નહીં તો રોવાનો વારો આવશે


આ બિલનો શું ફાયદો છે
આ બિલ આવ્યા બાદ ખાનગી કંપનીઓ માટે વિજળી વિતરણના ક્ષેત્રમાં આવનારનો રસ્તો ખુલી જશે, કારણ કે લાઇસન્સ લેવાની જરૂર ખતમ થઇ જશે, તેનાથી પ્રતિસ્પર્ધા પણ વધશે. તેનો સીધો ફાયદો વિજ ગ્રાહકોને થશે, કારણ કે તેમની પાસે સિલેક્ટ કરવા માટે ઘણા સર્વિસ પ્રોવાઇડર્સ હશે. હાલના સમયમાં કેટલીક સરકારી અને ખાનગી કંપનીઓને જ વિજળી વિતરણ ક્ષેત્રમાં દબદબો છે. 


ઘણી વિજળી વિતરણ કંપનીઓ હોવાથી ગ્રાહકોને લાભ
વિજ ગ્રાહકો પાસે પણ તેમના ક્ષેત્રમાં સેવાઓ આપી રહેલી તેમાંથી કોઇ કંપનીને સિલેક્ટ કરવા સિવાય બીજો કોઇ રસ્તો નથી. પ્રસ્તાવિત બિલ આવ્યા બાદ હાલની વિતરણ કંપનીઓ પોતાની સેવાઓ જાહેર કરશે, પરંતુ તે ક્ષેત્રમાં બીજી વિજ વિતરણ કંપનીઓ પણ પાવર સપ્લાયનો બિઝનેસ કરી શકશે. એવામાં ગ્રાહકો પાસે ઘણી બધી વિજ કંપનીઓમાંથી સિલેક્ટ કરવાનો વિકલ્પ હશે. 

10 હજારમાં બુક કરો 3 પૈડાવાળી Electric Car, 40 પૈસામાં દોડશે 1KM; જોરદાર છે ફીચર


વિજળી કપાશે તો ચૂકવવું પડશે વળતર
આ બિલમાં ગ્રાહકોને વધુ તાકાતવર બનાવવામાં આવી છે, જો કોઇ કંપની જાણ વિના વિજળી કાપે છે તો તેને ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. વિજ કંપનીને વિજળી કટ કરતાં પહેલાં ગ્રાહકોને તેની જાણકારી આપવી પડશે. નિશ્વિત સમયસીમાથી વધુ વિજકાપ થયો તો વળતર ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. 

TOOFAAN LEAKED: ફરહાન અખ્તરની ફિલ્મ 'તૂફાન' રિલીઝ થયાના કલાકોમાં જ થઈ લીક


નવી કંપનીઓને રજિસ્ટર કરવી પડશે
એવી કંપનીઓને જે વિજ વિતરણના બિઝનેસ ઉતરવા માંગે છે. તેમને કેંદ્ર સરકાર યોગ્યતા શરતોનું પાલન કરવું પડશે અને વિજ વિતરણ શરૂ કરતાં પહેલાં પોતાને વ્યાજબી કમિશન સાથે રજિસ્ટર્ડ કરવું પડશે, કમીશનને પણ કંપનીને 60 દિવસની અંદર રજિસ્ટર્ડ કરવું પડશે. કમીશન રજિસ્ટ્રેશનને રદ પણ કરી શકે છે, જો કંપની યોગ્યતા શરતો પર ખરી ઉતરતી નથી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube