New EPFO Rules 2024: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કર્મચારીઓ પર ટેક્સનો બોજ વધી શકે છે. નોકરી છોડવા પર તમે એક મહિના પછી 75% રકમ અને બે મહિના પછી 100% રકમ ઉપાડી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે પણ એક કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે છે. નોકરિયાત દરેક વ્યક્તિનો પીએફ તો હંમેશાં કપાતો હોય છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) કર્મચારીઓને વિવિધ જરૂરિયાતો માટે ભંડોળ ઉપાડવાની સુવિધા પૂરી પાડે છે. કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી નિયમિત પેન્શન આપવાનો છે. જો કે, કર્મચારીઓ પેન્શન યોજનાની પરિપક્વતા પહેલાં જ તેમના ભવિષ્ય નિધિ ખાતામાંથી આંશિક અથવા સંપૂર્ણ ઉપાડ કરી શકે છે.


તાજેતરમાં EPFOએ પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કર્મચારીઓ પર ટેક્સનો બોજ વધી ગયો છે. ચાલો જાણીએ કે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કયો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને તેની કર્મચારીઓ પર શું અસર થશે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.


સામાન્ય સંજોગોમાં, નિવૃત્તિ પહેલાં ભવિષ્ય નિધિ ભંડોળમાંથી ઉપાડ શક્ય નથી. જો કે, ચોક્કસ સંજોગોમાં પીએફ ફંડમાંથી આંશિક ઉપાડની મંજૂરી છે. તબીબી જરૂરિયાતો, ઉચ્ચ શિક્ષણ, મકાન ખરીદવા અથવા બાંધકામ વગેરે જેવા કારણોસર નાણાં ઉપાડી શકાય છે.


જો કોઈ કર્મચારી તેની નોકરી ગુમાવે છે તો તે એક મહિના પછી EPFની 75% રકમ ઉપાડી શકે છે. બે મહિના પછી 100% રકમ પણ ઉપાડી શકાશે! જો કે, આ માટે કર્મચારીએ ખાતરી આપવી પડશે કે તે હાલમાં નોકરી કરતો નથી.


કર્મચારી ભવિષ્ય નિધિ યોજના હેઠળ, પીએફ ફંડના આંશિક અથવા સંપૂર્ણ ઉપાડ પર 30% સુધીનો ટેક્સ લાગી શકે છે. જો પીએફ ખાતું ખોલ્યાને 5 વર્ષ થઈ ગયા હોય તો આ ટેક્સથી રાહત મળે છે. જો કે, જો ઉપાડેલી રકમ 50,000 રૂપિયાથી ઓછી હોય અને 5 વર્ષ પૂરા ન થયા હોય તો પણ આ ટેક્સ ચૂકવવાપાત્ર રહેશે નહીં. જો ખાતું ખોલ્યાના પાંચ વર્ષમાં PF ખાતામાંથી ઉપાડ રૂ. 50,000થી વધુ થાય તો 10% TDS ચૂકવવો પડશે. જો પાન કાર્ડ ન હોય તો આ ટેક્સ 30% થઈ જાય છે.