નવી દિલ્હી :  ફેસબુક પર સતત ઓનલાઇન રહેવું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકાર છે. જોકે ફેસબુક હવે એવું ફિચર લાવ્યું છે જે યુઝર કેટલો સમય ફેસબુક પર ઓનલાઇન રહે છે એનો હિસાબ રાખે છે. આ ફિચરમાં રોજના વપરાશની સાથેસાથે આખા મહિનાનો રિપોર્ટ પણ મળે છે. આ ફિચરની મદદથી યુઝર ફેસબુક પર તેના દ્વારા ગાળવામાં આવતા સમયમાં ઘટાડો કરી શકે છે. આનાથી ફેસબુક પર ગાળવામાં આવતી તમારી દરેક ક્ષણનો હિસાબ રાખી શકાય છે. આ ફિચરનુ નામ છે 'યોર ટાઇમ ઓન ફેસબુક'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિચરની એક ખાસ વાત એ છે કે ફેસબુકનો વપરાશ એક સીમાથી વધારે કરવામાં આવે તો પણ એલર્ટ જાહેર કરવામાં આવશે. આમ, યુઝર ફેસબુક પર કેટલો સમય ગાળવો છે એ નક્કી કરી શકે છે. ફેસબુક પહેલાં એપલ અને ગૂગલે પણ સ્માર્ટ ફોન અને કોમ્પ્યૂટરનો વપરાશ કરનારા લોકો માટે એક એવું ફિચર લોન્ચ કર્યું હતું જેની મદદથી યુઝર મોબાઇલ ફોન અને કોમ્પ્યૂટર પર તે કેટલો સમય ગાળે છે એની માહિતી મેળવી શકે છે. 


સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના મેસેન્જર એપના લેટેસ્ટ અપડેટમાં આઇઓએસ યુઝરમાં એપની સતત અનુભવાતી ગરબડ દૂર કરી શકાય છે. અમેરિકન મીડિયા 'ધ વર્ઝ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ઝન 170.0માં બગ હતું અને કંપનીએ પહેલાં જએપલમાં 170.1 અપડેશન આપ્યું હતું.  


બિઝનેસના સમાચાર જાણવા કરો ક્લિક...