નવી દિલ્હી : વરસાદના દિવસોમાં ટુ વ્હીલર ચલાવનાર લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં જે વ્યક્તિઓ નવી કાર ખરીદી ન શકતા હોય તેઓ સેકન્ડહેન્ડ કાર પર પસંદગીનો કળશ ઢોળે છે. જોકે સારી સેકન્ડહેન્ડ કાર મળવી સહેલી નથી પણ હવે માત્ર 20 ટકા પેમેન્ટ ભરીને નવીનક્કોર કારના માલિક બનાવી શકાય છે. અનેક કાર કંપની માત્ર 20 ટકા ડાઉન પેમેન્ટ કરીને નવી કાર ખરીદવાનો વિકલ્પ આપી રહી છે. આ સિવાય બાકીની 80 ટકા રકમ EMI તરીકે આપી શકાય છે. આ સિવાય એવા કેટલાક મોડલ છે જે ખરીદવા માટે માત્ર 50,000 રૂ. આપવા પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતિ સુઝુકી અલ્ટો 800 : મારુતિ સુઝુકીની અલ્ટો 800 દેશની સૌથી વધારે વેચાનારી કાર છે. દિલ્હીમાં આ કારની એક્સ શો રૂમ કિંમત 2.51 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે આ કાર ખરીદવા માટે તમે 50,000 રૂ. ડાઉન પેમેન્ટ આપી શકો છો અને બાકીનું પેમેન્ટ સરળ EMIમાં આપી શકો છો. આ કારમાં 800ccનું એન્જિન લાગેલું છે. 


ડેટસન રેડી-ગો 800 : એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં ડેટસનની રેડી-ગોએ પોતાની ખાસ જગ્યા બનાવી છે. આ કારની કિંમત 2.49 લાખ રૂ.થી શરૂ થાય છે. આમાં લગાવવામાં આવેલું 800ccનું એન્જિન સારા પર્ફોમન્સની સાથે જોરદાર માઇલેજ આપે છે. આ કારને તમે 50,000 રૂ. ડાઉન પેમેન્ટ આપીને ખરીદી શકો છો. 


રેનો ક્વિડ 800 : એન્ટ્રી લેવલ સેગમેન્ટની ત્રીજી કાર છે રેનોની ક્વિડ. આમાં 800cc એન્જિનવાળા મોડલને 50,000 રૂ.ના ડાઉન પેમેન્ટ સાથે ખરીદી શકાય છે. ક્વિડમાં 800ccનું એન્જિન લાગેલું છે જે સારું માઇલેજ આપે છે. આ પોતાના સેગમેન્ટની સૌથી વધારે સ્પેસ આપે છે. આ કારની કિંમત 2.66 લાખથી શરૂ થાય છે. 


તમે આ EMI 3, 4 અને 5 વર્ષ માટે સેટ કરી શકો છો. આ મામલે વધારે જાણકારી નજીકનો ડિલર આપી શકશે. 


બિઝનેસ જગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...