મુંબઈ : ગણતરીના દિવસો પછી શરૂ થઈ રહેલા જુલાઈમાં અનેક મહત્વના બદલાવ થઈ રહ્યા છે. આ બદલાવના કારણે ગ્રાહકોના જીવન પર ઉંડી અસર થશે. જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા યોજના તેમજ નેશનલ સેવિંગ સ્કીમ (NSC)માં રોકાણ કરતા હો તો 1 જુલાઈથી તમને ઓછું વ્યાજ મળશે. હકીકતમાં સરકારે જુલાઈ-સપ્ટેમ્બરના તબક્કા માટે નાની બચત યોજનાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ મામલે બહુ જલ્દી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જો આવું થશે તો રોકાણ પર ઓછો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે 1 જુલાઈથી રેપો રેટ સાથે જોડાયેલી હોમ લોન ઓફર કરવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે આવતા મહિનાથી એસબીઆઇની હોમ લોનના વ્યાજ દર સંપૂર્ણ રીતે રેપો રેટ પર આધારિત થઈ જશે. આ સંજોગોમાં રિઝર્વ બેંક જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર કરશે ત્યારે એની અસર એસબીઆઇ હોમ લોનના વ્યાજ દર પર પણ થશે. 


એક અન્ય  બદલાવ પ્રમાણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન કરવા માટે રિઝર્વ બેંકે RTGS અને NEFT ચાર્જ હટાવી દીધા છે. હવે પૈસા ટ્રાન્સફર કરવાના ચાર્જ 1 જુલાઈથી નાબુદ થઈ જશે. RBIએ બેંકોને પણ  ચાર્જ હટાવી દેવા માટે કહ્યું છે. RTGS મોટી રકમને તાત્કાલિક ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. NEFT મારફત બે લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. મોટાભાગની બેંકો NEFTથી પૈસા ટ્રાન્સફર માટે 1-5 રૂપિયા જેટલો અને RTGS માટે 5-50 રૂપિયા જેટલો ચાર્જ વસુલ કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેસિક સેવિંગ એકાઉન્ટના નિયમોને સરળ બનાવી દીધા છે. હવે ખાતાધારકોને બેસિક સેવિંક એકાઉન્ટ માટે ચેક બુક કે બીજી સુવિધાઓ માટે ખાતામાં કોઈ ન્યૂનતમ રકમ રાખવાની જરૂર નથી.  


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...