નવી દિલ્હી : મોદી સરકારે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને દિવાળીની ગિફ્ટ આપી છે. રસોઈ ગેસનું કનેક્શન અને ગેસ સિલેન્ડરની ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં અને સુધારા માટે સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓએ મોટું પગલુ ભર્યું છે. સેવા કેન્દ્રો (સીએએસસી)ને ગેસ સિલેન્ડરનુ બુકિંગ અને વિતરણ કરવા માટે ઓથોરાઈઝ્ડ કર્યાં છે. આ કેન્દ્રોમાં ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમના એલપીજી કનેક્શન અને ગેસનું બુકિંગ કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કંપનીઓએ ગેસના નવા કનેક્શનનું બુકિંગ, રીફિલિંગ અને વિતરણ માટે કોમન સર્વિસ સેન્ટરની સાથે કરાર કર્યાં છે. તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં જઈને તમે ગેસ કનેક્શન બુક કરાવી શકશો. તેના માટે તમારા માત્ર 20 રૂપિયા ફી તરીકે આપવાના રહેશે. એટલું જ નહિ, સિલેન્ડર રિફીલ કરાવવા માટે તમારે માત્ર 2 રૂપિયા ખર્ચવાના રહેશે.


પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, કરારન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સીએસસીનું સંચાલન કરનારા ગ્રામીણ સ્તરના ઉદ્યમીઓ નવા કનેક્શનના બુકિંગ માટે 20 રૂપિયા, રીફિલ માટે બે રૂપિયા અને કેમ્પસમાં જ સિલેન્ડરના વિતરણ માટે 10 રૂપિયા અને ગ્રાહકોના દરવાજા પર સિલેન્ડર વિતરણ માટે 19.5 રૂપિયા આપવામાં આવશે.  



 પેટ્રોલિયમ પ્રધાને વધુમાં કહ્યું કે, દેશમાં એલપીજી કનેક્શનની સંખ્યા 25 કરોડની આસપાસ પહોંચવાની છે. 5.75 કરોડ કનેક્શન તો ફક્ત ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવ્યા છે. આ કરારની સાથે અમને અંદાજે એક લાખ નાના વિતરણ કેન્દ્રો મળી ગયા છે. 


તેમણે કહ્યું કે, સમગ્ર લેણદેણ ઓનલાઈન થશે અને તેના માટે સીએસસી વિશેષ પ્રયોજન માધ્યમ સંસ્થા અને ઓએમસીનના સર્વર એક કરાયા છે. આ પ્રસંગે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ કરારના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું કે, કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી આ કામને સારી રીતે કરવામાં આવે અને તેને સમાવેશનો વધુ મોટું મોડલ બનાવવામાં આવે. સીએસસી ઈ-ગર્વનન્સના મુખ્ય કાર્યકારી દિનેશ ત્યાગીએ કહ્યું કે, તેને ગ્રામ્ય સ્તરીય ઉદ્યમીઓ (વીએલઈ)ની આવક વધશે અને આ કેન્દ્રોની વિશ્વસનીયતા પણ ઊંચી થશે.