દેશભરમાં આજથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) માં ફેરફાર લાગૂ થયા છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડશે. નવા દર લાગૂ થવાથી અનેક ઉત્પાદનો આજથી મોંઘા થઈ ગયા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં ડબ્બા કે પેકેજ્ડ તથા લેબલયુક્ત (ફ્રોઝન બાદ  કરતા) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, ડ્રાય મખના, ડ્રાય સોયાબીન, મટર જેવા ઉત્પાદનો, ઘઉ અને અન્ય અનાજ તથા મમરા પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લીધો હતો. જો કે ખુલ્લામાં વેચાતા બ્રાન્ડ વગરના ઉત્પાદનો પર જીએસટી છૂટ ચાલુ રહેશે. 


નાણા મંત્રાલયે આજે પ્રી પેકેજ્ડ અને લેબલવાળા ઉત્પાદનો પર જીએસટી રેટ અંગે એક FAQ પણ બહાર પાડ્યું છે. જેમાં જે સવાલો ઉઠી રહ્યા છે તેના જવાબ આપ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube