નવી દિલ્હી : HDFC બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા હોમ લોનના રેટમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકોએ આ વાતની જાહેરાત કરી છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. HDFC દ્વારા અલગ અલગ સમયમર્યાદાની ફિક્સ ડિપોઝીટ (FD) પર વ્યાજદરમાં 0.5 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Govt vs RBI : રાહુલ દ્રવિડની જેમ રમવું જોઈએ, સિદ્ધુની જેમ નહીં - રઘુરામ રાજન


ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે HDFC બેંકે જણાવ્યું કે અલગ અલગ સમયમર્યાદામાં 1 કરોડ રુપિયા સુધીની જમા રાશિ પર નવા વ્યાજદરો મંગળવારથી લાગુ થશે. 5થી 8 વર્ષ અને 8થી 10 વર્ષની સમયમર્યાદાવાળી રકમ પર વ્યાજદરને 6થી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. 3થી 5 વર્ષની જમા રકમ પર વ્યાજને 7.1થી વધારીને 7.25 ટકા કરવામાં આવ્યું છે. 1 વર્ષની સમયમર્યાદાના વ્યાજને 7.25 ટકાથી વધારીને 7.3 ટકા કરવામાં આવ્યું છે.


'ટેસ્લા' કાર આવી રહી છે ભારતમાં... CEO એલન મસ્કનો સ્વીકાર


HDFC સિવાય જાહેર ક્ષેત્રની મુખ્ય બેંક બેંક ઓફ બરોડાએ પોતાની લોનની અલગ અલગ સમયમર્યાદાના વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કર્યો હતો. BOBએ એક વર્ષની લોન પર માર્જિનલ આધારિત વ્યાજદર (MCLR) હવે 8.65 ટકા કર્યો છે. અન્ય સમયમર્યાદા માટે આ દર 8.15 ટકા, એક મહિના માટે 8.20 ટકા, 3 મહિના માટે 8.30 ટકા અને 6 મહિનાની લોન પર 8.50 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યાં છે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...