નવી દિલ્હીઃ જો તમે પણ તમારું ઘર ભાડે આપ્યું છે, તો સાવચેત રહો, જેથી તમારું પોતાનું ઘર ન ગુમાવો. હા, નવા કાયદા હેઠળ, જો કોઈ ભાડૂત તમારા ઘરમાં 12 વર્ષથી વધુ સમયથી રહે છે, તો તે તે મકાન પર તેના માલિકી હક્કનો દાવો પણ કરી શકે છે. તેથી, તમારા માટે કોર્ટના આ કાયદાને જાણવું મહત્વપૂર્ણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષનો કાયદો શું છે?
આ નવા કાયદાને સારી રીતે જાણો અને જો તમે ભાડા પર મકાન આપ્યું હોય તો સાવચેત રહો. આ નિયમ હેઠળ, જો તમે તમારું મકાન કોઈને ભાડે આપ્યું હોય અથવા કોઈ તમારી જમીન પર રહેતું હોય અથવા ત્યાં કોઈ નાનો વ્યવસાય સ્થાપ્યો હોય અને તેને આવું કર્યાને 12 વર્ષ થઈ ગયા હોય, તો તે મિલકત પરનો પોતાનો માલિકી હક્ક તમે ગુમાવી શકે છે. એ વ્યક્તિ દાવો કરી શકે છે. આ સિવાય જો કોઈ તમારા ઘર અથવા જમીન પર ગેરકાયદે કબજો કરી રહ્યું છે અને તમે કોઈ વાંધો ઉઠાવ્યો નથી તો તે મિલકત પણ તમારા હાથમાંથી જતી રહી શકે છે.


આ પણ વાંચોઃ 5 વર્ષમાં 500% નું મલ્ટીબેગર રિટર્ન, આ કંપનીએ આપ્યું ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન


કોર્ટમાં અટવાઈ જશો તો સમય લાગશે.
જો એવું થાય કે 12 વર્ષના આ નવા નિયમને લઈને તમને કોર્ટ તરફથી કોઈ ખાસ મદદ નહીં મળે. આ મામલો લાંબા સમયથી કોર્ટમાં ચાલે છે. આવી સ્થિતિમાં જમીન અને મકાનના મામલામાં સુનાવણીની તારીખ પણ ઘણા મહિનાઓ લાગી જાય છે અને પછી વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


મિલકત ભાડે આપતા પહેલા આ બાબતે સાચવો
જો તમે તમારું ઘર અથવા જમીન ભાડે આપી રહ્યા છો, તો ચોક્કસપણે કાયદાકીય નિયમોનું પાલન કરો જેથી તમે ભવિષ્યમાં ફસાઈ ન જાઓ. જ્યારે પણ તમે ભાડા પર મકાન અથવા જમીન આપો ત્યારે 11 મહિના માટે એગ્રીમેન્ટ લેવાની ખાતરી કરો. આ સાથે, તમારી મિલકતમાં દખલ સતત રહેશે. તમારી મિલકત પર કોઈપણ રીતે અતિક્રમણ કરવામાં આવશે નહીં.