આજે લોન્ચ થઇ કરોડોના દિલોની ધડકન નવી સેન્ટ્રો, જાણો કેટલી છે કિંમત
કારમાં 1.1 લીટરનું પેટ્રોલ એન્જિન હશે અને તેની 69 પીએસની વધારે પાવર અને 99Nmની ટોર્ક હશે. કાર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે બજારમાં આવશે
નવી દિલ્હી: હ્યુન્ડાઇ તમની પ્રિય કાર સેન્ટ્રોને ફરી એકવાર બજારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. સેન્ટ્રોને દિલ્હીમાં આજે (23 ઓક્ટોબર 2018) લોન્ચ કરવામાં આવી છે. જો કે, નવી હેચબૅક કારની બુકિંગ સિસ્ટમ કંપની તરફથી 10 ઓક્ટોબરથી શરૂ થઇ ગઇ હતી જે 22 ઓક્ટોબરની સાંજ સુધી મર્યાદીત હતી. કંપનીની તરફથી નવી સેન્ટ્રોનું એન્જિન, ટ્રાન્સમિશન અને વેરિએન્ટ વિશે પહેલા જ જાણકારી આપી દેવામાં આવી હતી. કારમાં 1.1 લીટરનું પેટ્રોલ એન્જિન હશે અને તેની 69 પીએસની વધારે પાવર અને 99Nmની ટોર્ક હશે. કાર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે બજારમાં આવી છે.
વાંચવા માટે ક્લિક કરો: Tax જમા કરવવાને લઇને થયો ચોંકાવનાર ખુલાસો, આયકર વિભાગે જાહેર કર્યો રિપોર્ટ
કાર સીએનજી વેરિએન્ટમાં પણ આવશે
પેટ્રોલ એન્જિન ઉપરાંત કારને સીએનજી વેરિએન્ટમાં પણ લોન્ચ કરાઇ છે. સીએનજી વેરિએન્ટની સાથે પણ આ એન્જિન હશે પરંતુ તેનો પાવર ઘટી જશે. સીએનજીની સાથે એન્જિનનો પાવર 59 પીએ હશે. અત્યારે કારનું માત્ર મેન્યુએલ વેરિએન્ટ આવવાની આશા છે. 5 સ્પીડ એએમટી કારને બે વેરિએન્ટ મેગ્ના (Magna) અને સ્પોર્ટ્સ (Sports)માં લોન્ચ કરવામાં આવશે. કુલ મળીને સેન્ટ્રોને 5 વેરિએન્ટ ડિલાઇટ, ઇરા, મેગ્ના, સ્પોર્ટ્સ અને આસ્તા આવવાની આશા કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવારમાં માત્ર એક રૂપિયામાં ખરીદો સોનું, કરવો પડશે આ એપનો ઉપયોગ
માઇલેજમાં હશે દમદાર
જાણકારોને આશા છે કે મેન્યુઅલ ગિયરબોક્સવાળી નવી સેન્ટ્રો 20.3 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપશે. કારમાં 14 ઇંચનો સ્ટીલ વ્હીલ હશે. કારની સાથે કંપની તરફથી ત્રણ વર્ષનું રોડ અસિસ્ટેન્ડ અને 3 વર્ષની વોરંટી પણ આપવામાં આવશે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના સીઇઓ વાઇકે કૂએ જણાવ્યું હતું કે ભારતમાં પરિવારોની આ ફેમેલી કારને ધ ઓલ ન્યૂ સેન્ટ્રો નામ આપવામાં આવ્યું છે. જ્યાર સેન્ટ્રો ભારતમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી ત્યારથી આટલા વર્ષમાં લાખો પરિવારોએ આ કારને પોતાની ફેમેલી કાર બનાવી લીધી છે.