નવી દિલ્હી: હોન્ડાઈની લોકપ્રિય કાર હેચબેક સેન્ટ્રોનું બુકિંગ નવરાત્રીના પહેલા દિવસ એટલે કે 10 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ નવી સેન્ટ્રો કાર લોકોને ખુબ પસંદ આવી રહી છે અને બુકિંગને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. લાંબા સમયથી બજારમાં ચર્ચા બાદ મંગળવારે હોન્ડાઈએ નવી સેન્ટ્રો કાર પરથી પડદો ઉઠાવ્યો હતો. કંપની તરફથી તેની જાણકારી સાર્વજનિક કરવામાં આવી હતી. નવી કારનું વર્લ્ડ પ્રિમિયર 23 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં આયોજિત કરાશે. આ ગાડીમાં નવા સેગમેન્ટમાં ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે. હાલ તેનું પેટ્રોલ વર્ઝન જ બજારમાં ઉતારવામાં આવશે. આવનારા સમયમાં સેન્ટ્રોનું સીએનજી વર્ઝન પણ આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમાં હશે 1.1 લીટરનું પેટ્રોલ એન્જિન
નવી સેન્ટ્રો 1.1 લીટરના પેટ્રોલ એન્જિન સાથે આવશે. કારમાં અનેક ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવશે. પહેલીવાર તેમાં રિયર AC વેન્ટ આપવામનાં આવશે. નવી સેન્ટ્રો કારને નવા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. જે તેને પહેલા કરતા પણ વધુ આકર્ષક અને મજબુત બનાવે છે. કારનું એન્જિન 68 bhpના પાવર અને 99 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. કાર 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયર બોક્સ સાથે આવશે. 



માઈલેજમાં હશે દમદાર
મેન્યુઅલ ગિયરબોક્સવાળી નવી સેન્ટ્રો 20.3 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપશે. કારના સીએનજી વેરિયન્ટમાં પણ 1.1 લીટરનું જ એન્જિન હશે. સીએનજી પર સેન્ટ્રોના એન્જિનનો 58 bhp પાવર હશે. કારમાં 14 ઈંચના સ્ટીલ વ્હીલ હશે. કારની સાથે કંપની તરફથી ત્રણ વર્ષનો રોડ આસિસ્ટન્ટ અને 3 વર્ષની વોરંટી પણ અપાશે. હોન્ડાઈ મોટર ઈન્ડિયાના સીઈઓ વાઈકે કૂએ જણાવ્યું કે ભારતમાં પરિવારોએ આ ફેમિલી કારને ધ ઓલ ન્યૂ સેન્ટ્રો નામ આપ્યું છે. જ્યારથી ભારતમાં સેન્ટ્રો કાર પહેલીવાર રજુ થઈ ત્યરાથી આટલા વર્ષોમાં લાખો પરિવારોએ તેને પોતાની  ફેમિલી કાર બનાવી. 


11,100 રૂપિયા ભરીને બુક કરાવી શકો છો
કંપનીએ જણાવ્યું કે ગ્રાહક 11,100 રૂપિયા આપીને આ કારનું બુકિંગ કરાવી શકે છે. ઓનલાઈન પ્રી બુકિંગ 10 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર 2018 સુધી જ ખુલ્લુ છે. બુકિંગના આ રકમ પહેલા 50,000 ગ્રાહકો માટે છે. આ કારમાં લાગેલી મલ્ટી મીડિયા સિસ્ટમ મોબાઈલ કનેક્ટિવિટી સાથે છે. આ એન્ડ્રોઈડ ઓટો અને કારપ્લે તથા મિરર લિંક સાથે જોડાયેલ છે. સ્ક્રિન પર રીયર કાર પાર્કિંગ કેમેરા પણ લાગ્યો છે.