નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ બસ હવે થોડીવારમાં રજૂ થવા જઇ રહ્યું છે. પહેલીવાર નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરશે. બજેટ પાસે આ વખતે સૌથી વધુ આશા ટેક્સપેયર્સને છે. કારણ કે પહેલી ફેબ્રુઆરીના રજૂ કરવામાં આવેલા વચગાળામાં સરકારે ટેક્સપેયર્સ માટે થોડી રાહત આપતાં 5 લાખ સુધીની આવકવાળાઓ માટે રીબેટની જાહેરાત કરવામાં આવી હતી. આશા છે કે આ બજેટમાં સરકાર ટેક્સપેયર્સને મોટી રાહત આપી શકે છે. નાણા મંત્રાલયના સૂત્રોએ બજેટમાં 80સી નો દાયરો વધારી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2019: વર્ષ 2014થી 2018ના બજેટમાં મોદી સરકાર પાસેથી એજ્યુકેશન સેક્ટરમાં શું મળ્યું ખાસ, અહીં જાણો


80C નો દાયરો વધારી શકે છે સરકાર
નાણા મંત્રાલ્યના સૂત્રોના અનુસાર સરકાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ઇનકમ ટેક્સ અધિનિયમની સેક્શન 80C ના રોકાણ પર છૂટ સીમાને વધારી શકે છે. અત્યાર સુધી 80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. તેનાથી ટેક્સપેયર્સની પાસે વધુ ટેક્સ બચાવવાનો વિકલ્પ ખુલી શકે છે. આ ઉપરાંત બીજા ઘણા પ્રકારની છૂટ આપવા પર વિચાર કરી રહ્યા છે.

આર્થિક સર્વે 2018-19: 2025 સુધી અર્થવ્યવસ્થા 5 લાખ કરોડ ડોલર બનાવવાનો લક્ષ્ય, જાણો મહત્વપૂર્ણ વાતો


વધારી શકે છે ટેક્સ સ્લેબનો દાયરો
સૂત્રોનું માનીએ તો ઇનકમ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરી શકે છે. જોકે તેના માટે સરકાર પોતાના ફેંસલાને પાછો લઇ શકે છે, જે તેણે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ દરમિયાન લીધો હતો. તેમાં ટેક્સપેયર્સને 5 લાખની આવક પર રાહત આપવાની જાહેરાત કરી હતી. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા ટેક્સ સ્લેબ આવતાં તેને રિવોક કરવા કરીને ફક્ત ટેક્સ દાયરાને વધારી દીધો છે. એટલે કે ટેક્સ સ્લેબ તૈયાર કરી દીધો. 

Budget 2019 : બે ભાગમાં રજૂ થાય છે આર્થિક સર્વે, જાણો કોણ કરે છે તૈયાર


શું થઇ શકે છે નવો ટેક્સ સ્લેબ?
ઇનકમ ટેક્સ નિયમ અનુસાર ટેક્સપેયર્સને 2 લાખ 50 હજાર સુધી આવક પર કોઇ ટેક્સ ચૂકવવાનો હોતો નથી. પરંતુ હવે ડાયરેક્ટ વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો એવું થાય છે તો કલમ 80C માં રોકાણની સાથે ટેક્સપેયર્સને કુલ 5 લાખ રૂપિયા સુધી આવક પર કોઇ ટેક્સ ચૂકવવો નહી પડે.

EXCLUSIVE: આ બજેટમાં રેલવે માટે થઇ શકે છે આ રોડમેપ


શું છે ટેક્સ સ્લેબ વધવાની સંભાવના?
સૂત્રોનું માનીએ તો ટેક્સ સ્લેબમાં ફેરફારની સંભાવના એટલા માટે પણ છે કારણ કે જીડીપી ગ્રોથ પાંચ વર્ષના નિચલા સ્તર પર છે. આ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.8 ટકા પર રહ્યો છે. જો ટેક્સ છૂટ વધારવામાં આવે છે તો તેનાથી ઇકોનોમીને બૂસ્ટ મળશે. સાથે જ કરોડો ટેક્સપેયર્સને પણ મોટો ફાયદો મળશે. જોકે આમ કરવાથી સરકાર વધારાનો બોજો પડવાની સંભાવના છે. સરકારના બજેટ ડેફિસિટ પર તેની સીધી અસર જોઇ શકે છે.