મુંબઈ : નોકરિયાત લોકોને બહુ સરળતાથી હોમ લોન મળી જાય છે પણ જો તમે પોતાનો કોઈ રોજગાર કરતા હો તો પણ હોમ લોન મેળવવાનું સરળ છે. હોમ લોન લેવા માટે salaried અને self-employed બંને માટે નિયમ અને શરત એકસમાન છે. જોકે બંને માટે અલગઅલગ દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. હોમ લોન દેતી વખતે સૌથી વધારે મહત્વ લોન લેનારની આવક અને લોન ચૂકાવવાની ક્ષમતાને આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ લોન લેવા માટે નોકરીયાત વ્યક્તિ પાસે કોઈ સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં સ્થાયી નોકરીનું પ્રમાણ હોવું જોઈએ. જોકે પોતાનો વ્યવસાય કરનારને સેલ્ફ એમ્પ્લોઇડ પ્રોફેશનલ્સને પોતાની વ્યવસાયી યોગ્યતા અને પ્રેકટિસના દસ્તાવેજ આપવા પડે છે. સ્વરોજગાર કરનાર લોકો પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે લોન લઈ શકે છે. લોન લેતી વખતે વય ઓછામાં ઓછી 24 વર્ષ હોવી જોઈએ અને લોન પૂરો કરવાનો સમય 60 વર્ષ કરતા વધારે ન હોવો જોઈએ. સામાન્ય રીતે આવક અને ક્રેડિટ પ્રોફાઇલનો ઉપયોગ કરીને લોન લેવાની અને ચૂકવી શકવાની ક્ષમતાનો ક્યાસ કાઢવામાં આવતો હોય છે. 


પગારદાર વ્યક્તિએ હોમ લોન લેતી વખતે દસ્તાવેજ તરીકે ત્રણ મહિનાની સેલરી સ્લિપ, છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, ઇન્કમ ટેક્સ રિટર્ન અને એપોઇન્ટમેન્ટ લેટર આપવાનો હોય છે. હોમ લોન લેતી વખતે પ્રોફેશનલે ત્રણ વર્ષનું ઇન્કમ ટેક્સ રિર્ટન, ઓડિટર્સ દ્વારા પ્રમાણિત બેલેન્સ શીટ અને ઇન્કમ સ્ટેટમેન્ટ, લોનની વિગતો, વેટ રજિસ્ટ્રેશન તેમજ જરૂરી લાઇસન્સની કોપી આપવાની હોય છે. આ સિવાય શિક્ષણ તેમજ વ્યવસાય સર્ટિફિકેટની પણ કોપી આપવી પડે છે. આટલું કર્યા પછી હોમ લોન મેળવી શકાય છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...