પનામા પેપર્સ લીકમાં મોટો ખુલાસો, ટેલિકોમ કિંગના દીકરા સહિત અનેક નામચીન ફસાયા
આ મામલામાં કેટલાક ભારતીયોના નામ સામે આવ્યા છે
નવી દિલ્હી : પનામા પેપર્સ લીક મામલામાં નવો ખુલાસો થયો છે. 2016ના એપ્રિલ મહિનામાં પનામા પેપર્સ છપાયા એના ત્રણ અઠવાડિયા પહેલાં પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકાને કરવામાં ઇ-મેઇલમાં કેટલાક ભારતીયોના નામ સામે આવ્યા છે. આમાં પીવીઆર સિનેમાના માલિક અજય બિજલી, સુનીલ મિત્તલના દીકરા અને હાઇક મેસેન્જરના સીઇઓ કેવિન ભારતી મિત્તલ અને એશિયન પેઇન્ટ્સના અશ્વિન ધનીના દીકરા જલજ અશ્વિન ધનીનું નામ શામેલ છે. આ એવા લોકો છે જેની વિદેશમાં પણ કંપની હોવાની માહિતી મળી છે અને મોસૈક તેમના માટે કામ કરે છે.
ઇન્ડિ્યન એક્સપ્રેસના સમાચાર પ્રમાણે કેબીએમ ગ્લોબલ લિમિટેડના પ્રમોટર તરીકે કેવિન ભારતી મિત્તલનું નામ સામે આવ્યું છે. આ ફર્મ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ (BVI)માં ડિસેમ્બર, 2008માં રજિસ્ટર્ડ થઈ હતી. માર્ચ, 2016ના ઇમેઇલમાં કેવિનની કંપનીનું નામ લાભાર્થી પ્રમોટર તરીકે સામે આ્વ્યું છે અને એમાં એડ્રેસ તરીકે અમૃતા શેરગિલ માર્ગ, નવી દિલ્હી નોંધાયેલું છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 10 દિવસ પછી ઘટાડો, નવી કિંમતો છે...
લેટેસ્ટ ખુલાસમાં 12 લાખ દસ્તાવેજ મળ્યા છે જેમાં 12000 દસ્તાવેજ ભારતીયો સાથે જોડાયેલા છે. 2016માં 1.15 કરોડ દસ્તાવેજ સામે આ્વ્યા હતા. આ દસ્તાવેજ ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિસ્ટ્સની સંસ્થા ICIJ અને જર્મનીના અખબારે મળીને શોધ્યા હતા. આ દસ્તાવેજોથી ખુલાસો થયો હતો કે પનામાની લો ફર્મ મોસૈક ફોનસેકા તેમના એકાઉન્ટ જોતી હતી. મોસેકે ભારતીયોને તેમની કંપનીના રજિસ્ટ્રેશનને લગતા દસ્તાવેજ હોવા મામલે નોટિસ મોકલી હતી. આ પછી મોસૈક ફોનસેકાએ તમામ ક્લાઇન્ટને 90 દિવસની નોટિસ આપી હતી જેમાં રજિસ્ટર્ડ એજન્ટના પદથી રાજીનામું આપવાની કરવામાં આવી હતી કારણ કે કંપની સંવૈધાનિક ઔપચારિકતા પુરી કરવામાં નિષ્ફળ રહી હતી.
પનામા પેપર્સના મામલે બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત કેટલાય મોટા લોકોના નામ સામે આવ્યા હતા. આ મામલે આવકવેરા વિભાગ ખુબ જ ઝડપથી કામ શરૂ કર્યું છે. વિભાગે આ મામલામાં અને વધુ જાણકારી એકઠી કરવા માટે એક અધિકારીને બ્રિટિશ વર્જિન આઈસલેન્ડ પણ મોકલવામાં આવ્યા છે હતા. કથિત પનામા પેપર્સમાં કેટલાય ફિલ્મી કલાકારો, રાજનેતાઓ અને વેપારીઓના નામ ખુલ્યા હતા. અમિતાભ બચ્ચને કોઈપણ ખોટુ કામ કર્યું નથી, તેમ જણાવ્યું હતું. અમિતાભે કહ્યું હતું કે તેમણે ભારતીય નિયમો અનુસાર જ વિદેશમાં નાણા મોકલ્યા હતા. તેમણે પનામા પેપર્સમાં સામે આવેલ કંપનીઓમાં કોઈપણ રીતે સંબધ હોવાનો ઈન્કાર કર્યો હતો.