નવી દિલ્હીઃ કોરોના કાળમાં નોકરીઓ અને કંપનીઓને બચાવવામાં વર્ક ફ્રોમ હોમે મોટી ભૂમિકા ભજવી હતી. લૉકડાઉન જેવી સ્થિતિમાં જ્યારે લોકો ઘરેથી નિકળી શકતા નતા ત્યારે વર્ક ફ્રોમ હોમને કારણે કામ કરતા હતા જેનાથી નોકરીઓ બચી પરી અને કંપનીના કામકાજ પર ઓછી અસર પડી. આ સુવિધાનો સૌથી વધુ લાભ આઈટી સેક્ટરના લાખો કર્મચારીઓને મળ્યો હતો. આઈટી કંપનીઓએ તેના સહારે ગ્રોથને પ્રભાવિત થવા દીધો નહીં. પરંતુ હવે આઈટી કંપનીઓ વર્ક ફ્રોમ હોમને ખતમ કરી રહી છે. ટીસીએસે પોતાના કર્મચારીઓને ફરી ઓફિસ આવવાનું અલ્ટીમેટમ આપી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપલ પણ વર્ક ફ્રોમ હોમ ખતમ કરી રહ્યું છે. પરંતુ આ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીના એક સૂચનથી આ કંપનીઓએ પોતાની રણનીતિ બદલવા પર વિચાર કરવો પડી શકે છે. હકીકતમાં મોદીના આ સલાહ બાદ દેશમાં હવે નોકરી કરવાની રીતમાં એકદમ ફેરફાર થવાનો છે.


બદલી જશે નોકરી કરવાનો અંદાજ
છેલ્લા કેટલાક સમયથી નવા લેબર કોડને લઈને કામ ચાલી રહ્યું છે. તેને લાગૂ કરવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ ઘણી ડેડલાઇન છતાં તે લાગૂ થયો નથી. તેવામાં પીએમનું આ સૂચન લેબર કોડમાં ફેરફાર કરવાનો સંકેત આપી રહ્યું છે. તેનું કારણ છે કે લેબર કોડ પ્રમાણે કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ વીકલી ઓફ આપવાની જોગવાઈ છે. પરંતુ બાકીના 4 દિવસ તેણે 12-12 કલાક કામ કરવું પડશે. 12 કલાક કામ અને ઓફિસ આવવા-જવાનો સમય ગણવામાં આવે તો કર્મચારીએ 14-15 કલાકનો સમય આપવો પડશે. તેવામાં સરકાર વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. 


આ પણ વાંચોઃ માંડ-માંડ ચાલી રહી છે સોનાલી ફોગાટ, મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે


પીએમ મોદીએ કહ્યું કે વર્ક ફ્રોમ હોમ ઇકોસિસ્ટમ, ફ્લેક્સિબલ વર્ક પ્લેસ અને ફલેક્સિબલ વર્કિંગ કલાક ભવિષ્યની જરૂરીયાત છે. પોતાના તર્કનું સમર્થન કરતા પીએમ મોદીએ કહ્યુ કે પહેલા ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓનો ફાયદો ઉઠાવવામાં ભારત પાછળ છૂટી ગયું છે. તેથી ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો ફાયદો લેવા માટે આપણે તત્કાલ નિર્ણય લેવા અને તેને ઝડપથી લાગૂ કરવાનું કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યુ કે બદલતા સમયની સાથે જે રીતે નોકરીઓનો નેચર બદલી રહ્યો છે, તેને આપણે જોઈ રહ્યાં છીએ. 


4 દિવસ 12 કલાક કામ અને 3 દિવસ આરામ
તેનાથી સમજી શકાય છે કે જો આ સિસ્ટમ લાગૂ થાય છે તો કેટલીક કલાકો ઓફિસ અને કેટલીક કલાકો ઘરેથી કામ કરી દરરોજ 12 કલાકનું કામ પૂરુ કરી શકાય છે. આ રીતે ઘરેથી કામ કરનારને 6-6 કલાકના બે બ્રેકેટ કે 4-4-4 કલાકના 3 બ્રેકેટમાં કામ કરી શકે છે. જેથી 12 કલાક પણ પૂરી કરી શકાય અને આરામ પણ મળી રહે. ત્યારબાદ તેને ત્રણ દિવસની રજા પણ મળી શકે છે. જો દેશમાં વર્ક ફ્રોમનું ચલણ વધશે તો કામકાજમાં મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube