Railwayના દરેક રેલવે કોચનો બદલાઈ જશે રંગ, બ્લુના બદલે નવો કલર હશે...
બહુ જલ્દી ભારતીય રેલવેનો નવો લુક જોવા મળશે
નવી દિલ્હી : ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે નવા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી ડાર્ક બ્લુ રંગના ટ્રેનના કોચનો હવે સંપૂર્ણ લુક બદલવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. હકીકતમાં ભારતીય રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને ફરીથી પેઇન્ટ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. રેલવે તરફથી રાજધાની, શતાબ્દી, દુરંતો તેમજ નવી શરૂ કરાયેલી ટ્રેનો તેજસ, ગતિમાન તેમજ હમસફર એક્સપ્રેસના રંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. આ ટ્રેનો સિવાય તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના રંગ બહુ જલ્દી બદલાઈ જશે.
આવી ગયો છે આઇટીઆર (ITR) ભરવાનો સમય, તૈયાર કરી લો 6 મહત્વના કાગળ
રેલવે હવે ડાર્ક બ્લુ રંગમાં રંગાયેલા કોચ પર ડાર્ક પીળો અને બ્રાઉન રંગ પેઇન્ટ કરવામાં આવશે. આ પહેલાં રેલવેએ 90ના દાયકામાં ટ્રેનના કોચના રંગમાં ફેરફાર કર્યો હતો. એ સમયે બ્રિક રેડ કલરને ડાર્ક બ્લુ રંગથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો. નવા રંગથી રંગાનારી પહેલી ટ્રેન દિલ્હી-પઠાણકોટ એક્સપ્રેસ હશે. 16 કોચવાળી આ ટ્રેનને નવી થીમ પ્રમાણે પેઇન્ટ કરવામાં આવી રહી છે. આ ટ્રેન લોકોને જુનના અંત સુધી જોવા મળશે.