કર્મચારીને ફસાવવા માટે કંપનીઓનો નવો `ફંદો`, નોકરિયાત ખાસ વાંચે
પ્રતિસ્પર્ધી કંપનીઓને ફાયદો ન થાય એ માટે નવો રસ્તો અપનાવામાં આવ્યો છે
નવી દિલ્હી : ઇન્ક્રિમેન્ટ પછી હાલમાં નોકરી બદલવાની સિઝન ચાલી રહી છે. આવામાં કંપની પોતાની બહેતર ટેલેન્ટને જાળવી રાખવા માટે નાણાંકીય પ્રોત્સાહન આપે છે. જોકે ઘણીવાર એવું બને છે કે કંપનીનો કોઈ દાવ કારગર સાબિત નથી થતો અને સારો કર્મચારી પ્રતિસ્પર્ધી કંપનીમાં ચાલ્યો જાય છે. આવું ન થાય એ માટે કંપનીઓએ નવો રસ્તો શોધ્યો છે. હવે કંપની જોઇનિંગ વખતે જ કર્મચારી પાસે 'ગાર્ડન લીવ'નો ક્લોઝ ભરાવી લે છે. આ સંજોગોમાં નોકરી બદલતી વખતે આ ગાર્ડન લીવ કર્મચારીઓને બહુ પરેશાન કરે છે અને પ્રતિસ્પર્ધી કંપનીને પણ ખાસ ફાયદો નથી થતો.
આવી ગયો ઇન્ડસ્ટ્રીનો સૌથી સસ્તો પ્લાન, 1.97 રૂ.માં 1GB ડેટા
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ કંપનીમાંથી રાજીનામું આપે તો એક-બે મહિનાનો નોટિસ પિરિયડ સર્વ કરે છે. ગાર્ડન લીવનો રોલ આના પછી શરૂ થાય છે. હકીકતમાં આ સમયગાળા દરમિયાન વ્યક્તિ એક કંપની તો છોડી દે છે પણ બીજી કંપનીમાં કામ કરવાનું શરૂ નથી કરી શકતી. આ સમયગાળો સામાન્ય રીતે કંપની છોડ્યા પુછી ત્રણ મહિનાથી માંડીને છ મહિના સુધીનો હોઈ શકે છે.
ગાર્ડન લીવની શરતોને કારણે પ્રતિસ્પર્ધી કંપની એવી વ્યક્તિને પોતાની કંપનીમાં લેવા માટે બે વખત વિચાર કરે છે કારણ કે એને આ પ્રકારે બંધાયેલી વ્યક્તિના જોઇનિંગ માટે બહુ લાંબી રાહ જોવી પડે એમ હોય છે. આનાથી વ્યક્તિને પણ નુકસાન થાય છે. અત્યાર સુધી ફાઇનાન્સ તેમજ બેન્કિંગ સેક્ટરના ટોપ મેનેજમેન્ટમાં આ રીતની વ્યવસ્થા જોવા મળતી હતી પણ હવે આ ટ્રેન્ડ કન્ઝ્યુમર તેમજ ટેક જેવી કંપનીઓમાં પણ સિનિયર લેવલની પોસ્ટમાં જોવા મળે છે.