મોટા પ્રોજેક્ટોના ફન્ડિંગ માટે બનશે નવી નેશનલ બેન્ક, મોદી કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે મંગળવારે એક નવી નેશનલ બેન્ક બનાવવાનો નિર્ણય લીધો છે, જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને ફંડ કરવાનું કામ કરશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન અને પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ યોજી આ જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટમાં એક નવી નેશનલ બેન્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને ફંડ કરવા માટે કામ કરશે. આ બેન્કને 'વિકાસ નાણા સંસ્થા' નામ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જાણકારી આપી કે સરકારે બજેટમાં એક એવી બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી, જેને હવે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
શરૂઆતમાં સરકાર નાખશે 20 હજાર કરોડનું ફંડ
નાણા મંત્રી પ્રમાણે નાણા વિકાસ સંસ્થા દેશમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ફંડ આપવાનું કામ કરશે. સરકાર પ્રમાણે નવી સંસ્થાને ઝીરોથી શરૂ કરવામાં આવશે. હાલ એક બોર્ડની રચના કરવામાં આવશે, જે આગળ નિર્ણય લેશે. સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયાનું શરૂઆતી ફંડ આપવામાં આવશે.
ભારતીય રેલવેના ખાનગીકરણ પર રેલવેમંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
બધી બેન્કોનું ખાનગીકરણ થશે નહીં
પત્રકાર પરિષદમાં નાણામંત્રીએ માહિતી આપી કે કોઈ પણ જૂની બેન્ક આ પ્રકારના પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહતી. આશરે 6000 ગ્રીન બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે, જેને ફન્ડિંગની જરૂર છે. આ કારણ છે કે આવા પ્રકારની સંસ્થાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર પ્રમાણે બેન્કના બોર્ડ મેમ્બરમાં ક્ષેત્રના મોટા લોકોને સ્થાન આપવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં કહ્યુ કે, બધી બેન્કોનું ખાનગીકરણ થશે નહીં, અમે ઈચ્છીએ છીએ કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા જેવી બેન્ક યથાવત રહે. વિકાસ નાણા સંસ્થાને તે આશા સાથે બનાવવામાં આવી છે, જે માર્કેટની આશાને પણ પૂરી કરશે. જે બેન્કોનું ખાનગીકરણ થઈ રહ્યું છે, તેના કર્મચારીઓના અધિકારો અને ભવિષ્યનું ધ્યાન રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube