BSNLએ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, 99 રૂ.માં મળશે બધું જ
રિલાયન્સ જિયો (Reliance Jio)ને ટક્કર આપવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા ચાર નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે
નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio)ને ટક્કર આપવા માટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ચાર નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યા છે. આ નવા પ્લાન 99 રૂ.થી શરૂ થઈને 399 રૂ. સુધી છે. આમાં દર મહિને 45 GBથી લઈને 600 GB સુધી ડેટા મળે છે. આમાં સૌથી સસ્તા 99 રૂ.ના પ્લાનમાં રોજ 1.5 GB ડ઼ેટા સાથે અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે.
Railwayની નવી પહેલ : પાણીની ખોલી બોટલ આપશો તો મળશે 5 રૂ. રોકડા!
હાલમાં ચર્ચા છે કે જિયો બહુ જલ્દી ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની છે જેની સ્પિડ 100 એમબીપીએસ હશે. આ સિવાય 1000 રૂ.થી ઓછી કિંમતમાં જિયો ટીવી એક્સેસ તેમજ અનલિમિટેડ કોલની ઓફર આપવામાં આવશે એવા પણ સમાચાર છે. જિયોના નવા પ્લાનિંગની ચર્ચા છે ત્યારે જ બીએસએનએલ દ્વારા નવા પ્લાનની જાહેરાત કરવામાં આવી છે. ટેલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે બીએસએનએલના નવા પ્લાનને બીબીજી યુએલડી કોમ્બો બ્રોડબેન્ડ (BBG ULD Combo broadband) પ્લાન કહેવામાં આવે છે.
બીએસએનએલના નવા પ્લાનમાં સંપૂર્ણ ડેટા લિમિટના વપરાશ પછી યુઝરને 1 એમબીપીએસની સ્પિડ મળશે. આ પ્લાન પર આખા દેશમાં અનલિમિટેડ કોલિંગની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ બ્રોડબેન્ડ પ્લાન અંદમાન અને નિકોબાર સિવાય આખા દેશમાં મળશે. બીએસએનએલ પોતના ચારેય પ્લાનમાં ફ્રી ઇ-મેઇલ આઇડી સાથે 1 GB સ્ટોરેજ સ્પેસ પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનને બીએસએનએલ દ્વારા પ્રમોશનલ બેઝ પર શરૂ કરવામાં આ્વ્યો છે જેનો ફાયદો માત્ર નવા ગ્રાહકોને મળશે. કંપનીની આ ઓફર 90 દિવસ માટે સ્વીકાર્ય છે. રિપોર્ટ પ્રમાણે નવા યુઝરને સિક્યોરિટી ડિપોઝીટ તરીકે 500 રૂ. જમા કરાવવા પડશે.