થાઇલેન્ડ ફરવા જવાનું પ્લાનિંગ હોય તો જાણી લો ખાસ સમાચાર
ભારત પણ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે નવા પ્રયાસો કરી રહ્યું છે
મુંબઈ : થાઇલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે 15 દિવસની Visa free Policy લાગુ કરવાની યોજના બનાવી છે. આ યોજનાને કારણે ત્યાં ફરવા જનાર પ્રવાસીઓને ટુરિસ્ટ વિસા લેવાની જરૂર નહીં પડે. આ યોજનાને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવી છે.
થાઇલેન્ડના પર્યટન તેમજ ખેલ મંત્રીએ કહ્યું છે કે આ યોજનાને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવી છે અને મંજૂરી મળતા જ 1 નવેમ્બરથી વિસા ફ્રી નીતિ લાગુ થઈ જશે. આ સમય સુધી થાઇલેન્ડ જનારા ચીની અને ભારતીય પર્યટકોને 15 દિવસની વિસા મુક્ત સેવા મળશે. આ વિસા નીતિ આવતા વર્ષે 31 ઓક્ટોબર સુધી ચાલશે. ટુરિઝમ થાઇલેન્ડમાં સૌથી મહત્વનો ઉદ્યોગ છે. હાલમાં થાઇલેન્ડ જનારા પ્રવાસીઓમાં ભારતીય અને ચીનીઓની સંખ્યા વધારે છે.
ભારત પણ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે નવા પ્રયાસો કરી રહ્યું છે. 2020 સુધી બે કરોડ વિદેશી પ્રવાસીઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટુરિઝમ મિનિસ્ટ્રીએ મુખ્ય પર્યટન સ્થળ પર વિદેશી ભાષામાં સાઇન બોર્ડ લગાવવાની સાથેસાથે બીજી અનેક સુવિધાઓ આપવાની યોજના બનાવી છે.