Petrol Diesel Price: સરકારી તેલ કંપનીઓએ આજે, 3 જાન્યુઆરી 2025 માટે પેટ્રોલ અને ડીઝલની નવા ભાવ (Petrol and Diesel Prices) જાહેર કરી દીધા છે. દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે અપડેટ કરવામાં આવે છે. તે મુજબ આજે ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે, જ્યારે અમુક રાજ્યોમાં તેના ભાવ સસ્તા થયા છે. તેના સિવાય એવા ઘણા રાજ્યો પણ છે, જ્યાં આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Price Today) કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે પેટ્રોલની કિંમત (Gujarat Petrol Price Today)
ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગુજરાતમાં ગઈકાલે 02-01-2025ના રોજ પેટ્રોલની કિંમત આટલી જ હતી. એટલે કે કાલથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં પેટ્રોલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


ગુજરાતમાં છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલના ભાવ
ગુજરાતમાં આજે પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ગત મહીનાની છેલ્લી તારીખે પણ ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.07 રૂપિયા પ્રતિ લીટર હતી, જેની તુલનામાં ભાવ હવે 0.03 ટકા ઘટ્યા છે. છેલ્લા 10 દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટર રહી છે.


એવામાં તમારી ફોર વ્હીલર કે ટૂ વ્હીલરની ટાંકી ફૂલ કરાવતા પહેલા અહીં ચેક કરી લો કે આજે તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ કયા ભાવે (Petrol Diesel Rates) મળી રહ્યું છે. તો ચલો જાણીએ..


દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)


  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા અને ડીઝલની કિંમત 87.67 રૂપિયા પ્રતિ લીટર છે.

  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.50 રૂપિયા અને ડીઝલની કિંમત 90.03 રૂપિયા પ્રતિ લીટર છે.

  • કોલકાતામાં પેટ્રોલની કિંમત 105.01 રૂપિયા અને ડીઝલની કિંમત 91.82 રૂપિયા પ્રતિ લીટર છે.

  • ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.90 રૂપિયા અને ડીઝલની કિંમત 92.49 રૂપિયા પ્રતિ લીટર છે.


પેટ્રોલ અને ડીઝલ ક્યાં થયું મોંઘું, ક્યાં થયું સસ્તું (Petrol-Diesel Rate Today)
રાજ્ય સ્તરની વાત કરીએ તો આજે આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ત્રિપુરા અને યુપીમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ગયું છે. જ્યારે આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.


આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ રેકોર્ડ સ્તરે
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં શુક્રવારે સતત વધારો જોવા મળ્યો હતો, જે અગાઉના સત્રમાં બે મહિનાના સર્વોચ્ચ સ્તરે બંધ થયો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 16 સેન્ટ્સ અથવા 0.2% વધીને બેરલ દીઠ 76.09 પર પહોંચ્યું છે, જે 25 ઑક્ટોબર પછીનું તેમનું સર્વોચ્ચ સ્તર છે, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 19 સેન્ટ અથવા 0.3% વધીને $73.32 પ્રતિ બેરલ થઈ ગયું છે. જે ગુરુવારે 14 ઓક્ટોબર પછીનું ઉચ્ચતમ સ્તર છે.