નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજનામાં ચીન પણ સહયોગ આપવા ઇચ્છે છે. ચીને કોલકાતાથી કુનમિંગ સુધી ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ સર્વિસ ચીનના કુનમિંગથી શરૂ થશે. આના રૂટમાં મ્યાનમાર તેમજ બાંગ્લાદેશ પણ આવશે. ભારત અને ચીનના સંયુક્ત પ્રયાસથી બંને દેશો વચ્ચે હાઇ સ્પીડ રેલ લિંક સ્થાપિત કરવામાં આવશે. આનાથી કેટલાક કલાકોમાં લોકો કોલકાતાથી કુનમિંગ પહોંચી શકશે. આનાથી સૌથી વધારે ફાયદો મ્યાનમાર અને બાંગ્લાદેશને થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિઝનેસ ટુડેને મળેલા સમાચાર પ્રમાણે આ રેલ સંપર્કને કારણે આ રૂટ પર આવેલા તમામ ઉદ્યોગોને સૌથી વધારે ફાયદો થશે. આ પરિયોજના 2800 કિલોમીટરની હશે. આ યોજનાનું નામ બાંગ્લાદેશ-ચીન-ઇન્ડિયા-મ્યાનમાર કોરિડોર પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. 


મોદી સરકાર હાલમાં હાઇસ્પીડ બુલેટ ટ્રેન નેટવર્કને દેશમાં મજબૂત કરવાની તૈયારીમાં છે. હાલમાં સરકારે છ શહેરોને જોડતા માર્ગનો અભ્યાસ કર્યો છે. હાલમાં સરકાર તરફથી દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતાના છ રૂટ પર આ આયોજનની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં સરકારે જે 6 રૂટ પર હાઇ સ્પિડ બુલેટ નેટવર્ક ફેલાવવાની જાહેરાત કરી છે એમાં દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા (વાયા લખનૌ), મુંબઇ-ચેન્નાઇ, દિલ્હી-નાગપુર, મુંબઇ-નાગપુર અને ચૈન્નાઇ-બેંગ્લુરુ-મૈસુર માર્ગ શામેલ છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...