RBI New Rules For Bank Loan: જો કોઈ વ્યક્તિ લોન લે અને પછી તે ભરી ના શકે તો તેના દંડ સ્વરૂપે મોટી રકમ ભરવાનો વારો આવે છે. અત્યાર સુધી લોન ડિફોલ્ટની ઘટનામાં પેનલ્ટી ફી બેંકો મૂળ રકમમાં ઉમેરતી હતી. જેથી બેંકો તેના પર પણ વ્યાજ વસૂલતી હતી. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોટી જાહેરાત કરતા લોન ધારકોને રાહત આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Gas Price: સરકારની જોરદાર સ્કીમ, આ લોકોને મળી રહી છે સસ્તી CNG


Sunroof વાળી Car ખરીદવાનું વિચારો છો ? તો તેના ફાયદા સાથે જાણી લો આ ગેરફાયદા વિશે પણ


દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધીમાં ભેગા કરવા હોય 69 લાખ રુપિયા તો અહીં કરો રોકાણ


દંડની રકમ મૂળ રકમમાં નહીં ઉમેરાય


RBIના નવા નિયમ મુજબ હવે બેંકોએ પેનલ્ટી ફી અલગથી વસૂલ કરવી પડશે. પેનલ્ટીની રકમને બાકી મૂળ રકમમાં ઉમેરી નહીં શકે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી લોન ડિફોલ્ટના કિસ્સામાં ગ્રાહકો પાસેથી વસૂલાતી વધારાની રકમ પર અંકૂશ લાવશે. RBIએ 'નિષ્પક્ષ ઉધારની પ્રવૃતી, લોન એકાઉન્ટ્સમાં દંડની ફી પરના ડ્રાફ્ટ પરિપત્રમાં જણાવ્યું છે કે દંડની ફીની માત્રા લોન કરારના મહત્વપૂર્ણ નિયમો અને શરતોના ડિફોલ્ટની હદના પ્રમાણમાં હોવી જોઈએ.


નવી માર્ગદર્શિકા લોન ધારકોને આપશે રાહત

RBIની હાલની માર્ગદર્શિકા હેઠળ ધિરાણકર્તાઓને પેનલ્ટી ફીની વસૂલાત માટે બોર્ડના માન્ય નિયમનો અમલ કરવાની સ્વતંત્રતા છે. જેને સુવ્યવસ્થિત કરવા કેન્દ્રીય બેંકોએ ડ્રાફ્ટ પણ જાહેર કર્યો છે. જેમાં કહ્યું છે કે દંડ ઝીંકવાનો હેતુ લોન લેનારમાં ક્રેડિટ શિસ્તની ભાવના પેદા કરવાનો અને ધિરાણ આપનારને યોગ્ય વળતર આપવાનો છે. જે વધુમાં વધુ પેનલ્ટી અને બમણા વ્યાજ વસૂલવાનો બિલકુલ નથી.