નવી દિલ્હી : બેંક ખાતાને આધાર સાથે જોડી દીધા પછી હવે સરકાર ચેક પર આધાર નંબર લખવાને અનિવાર્ય કરી શકે છે. જોકે હજી આ વાતની પુષ્ટિ નથી થઈ કે દરેક બેંક ચેક પર આ અનિવાર્ય હશે કે નહીં. જોકે કરંટ એકાઉન્ટના ચેક પર આધાર નંબર નાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. વેપારીઓ માટે આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જોકે હજી એને ફરજિયાત કરવા માટે કોઈ નોટિફિકેશન નથી આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Railwayની નવી સર્વિસ, ઓનલાઇન ટિકિટ લેનારાઓને મળશે ખાસ સુવિધા


ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ વ્યવસ્થા વૈકલ્પિક છે પણ કેન્દ્ર સરકાર બહુ જલ્દી એને અનિવાર્ય કરી શકે છે. જોકે હવે સવાલ એ છે કે જ્યારે એકાઉન્ટ નંબર તેમજ પાન નંબર આધાર સાથે લિંક છે તો ચેકબુકમાં આધાર નંબર નાખવાનો ફાયદો શું છે? 


એક બેંકના પૂર્વ ડિરેક્ટરે ઇકોનોમિક ટાઇમ્સે માહિતી આપી છે કે બંને પક્ષોએ જ્યારે બિલિંગ કરી દીધું છે જ્યારે આધાર નંબર નાખવામાં કોઈ ડ ર ન હોવાનો જોઈએ. સિસ્ટમમાં વેપારીનો આધાર નંબર રજિસ્ટર્ડ થઈ જાય એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.