ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનારાઓ માટે મોટા સમાચાર, આજથી બદલાઈ ગયો છે નિયમ
નેટ બેંકિંગના નિયમોને સહેલા બનાવવા માટે આરબીઆઈ સતત નિયમોમાં બદલાવ કરી રહી છે
નવી દિલ્હી : તમે તમારા બાળકોની ફી ચૂકવવા માટે કે પછી અન્ય પેમેન્ટ માટે નેટ બેંકિંગનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખાસ સમાચાર છે. નેટ બેંકિંગના નિયમોને સરળ બનાવવા માટે આરબીઆઇ તરફથી સતત એમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. હાલમાં રિઝર્વ બેંકે એનઇએફટી અને આરટીજીએસ પેમેન્ટ ટ્રાન્સફર ચાર્જનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ડિસેમ્બરથી એનઇએફટી 24 કલાક શરૂ કરવામાં આવ્યું છે. હવે આરબીઆઇએ રિયલ ટાઇમ ગ્રોસ સેટેલમેન્ટ (RTGS)ના સમયમાં બદલાવ કર્યો છે. હવે ગ્રાહકોને પહેલાથી વધારે સમય મળશે.
[[{"fid":"230194","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આરબીઆઇએ RTGS સિસ્ટમનો સમય વધારી દીધો છે. હવે સવારે 8 વાગ્યાના બદલે 7 વાગ્યાથી RTGS શરૂ થઈ જશે. નવી સર્વિસ આજથી લાગુ થશે. RTGS ટ્રાન્ઝેક્શન રિયલ ટાઇમ બેસિસ પર થાય છે અને એનો ઉપયોગ મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે થાય છે. આ ટ્રાન્ઝેક્શની સાથે જ બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. બીજા અને ચોથા શનિવારે તેમજ બેંકની બીજી રજાઓ વખતે આ સર્વિસ બંધ રહે છે.
RTGSથી ઓછામાં ઓછી 2 લાખ રૂપિયા કે એનાથી વધારેની રકમ ટ્રાન્સફર કરી શકાય છે અને મહત્તમ માટે કોઈ સીા નથી. જોકે આના માટે નિશ્ચિત સમય હોય છે અને રિઝર્વ બેંક દ્વારા આ સમયમાં વધારો કરવામાં આવ્યો છે.