મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India) દ્વારા ગુરૂવારે નાણાનીતિની(Monetery Policy) સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. આરબીઆઈ(RBI) દ્વારા આ વખતે રેપો રેટમાં(Rapo Rate) ભલે કોઈ ફેરફાર કરાયો ન હોય, પરંતુ સામાન્ય લોકો સાથે સંબંધિત અનેક મોટા નિર્ણયો લીધા છે. આરબીઆઈ(RBI) દ્વારા એટીએમ(ATM) મશીન અંગે નવી ગાઈડલાઈન(Guidlines) લાવવાના અને શોપિંગ માટે એક વિશેષ કાર્ડ(Special Card) લોન્ચ કરવાના સંકેત અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટીએમ(ATM) અંગેની ગાઈડલાઈન
આરબીઆઈ(RBI) દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, એટીએમ(ATM) સર્વિસ પ્રોવાઈડર્સ માટે ટૂંક સમયમાં જ કેન્દ્રીય બેન્ક દ્વારા એક નવી ગાઈડલાઈન(Guidelines) બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય બેન્કે એટીએમ સેવાઓ સાથે જોડાયેલા ફ્રોડને રોકવા માટે આ નિર્ણય લીધો છે. 


નવી ગાઈડલાઈનમાં ઈકોસિસ્ટમના એપ્લીકેશન સોફ્ટવેરમાં ફેરફાર સહિત ડિપ્લોયમેન્ટ પ્રોસેસને મજબુતી આપવા સંબંધિત અનેક મોટા સુધારા કરવામાં આવશે. તેની સાથે જ દેખરેખ માટે નવી વ્યવસ્થાની સાથે સ્ટોરેજ, પ્રોસેસિંગ અને સંવેદનશીલ ડેટાના ટ્રાન્સમિશન પર કન્ટ્રોલ અંગે પણ નિયમન કડક કરવામાં આવશે. 


RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત


10 હજાર સુધીની ખરીદી માટેનું નવું કાર્ડ 
આ સાથે જ આરબીઆઈએ(RBI) પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ(PPI) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ 10 હજાર સુધીની કિંમતનો સામાન અને સેવાઓ ખરીદવા માટે કરી શકાશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ કાર્ડને(Card) બેન્ક એકાઉન્ટ દ્વારા રિચાર્જ(Recharge) કરાવી શકાશે. તેનો ઉપયોગ બિલ પેમેન્ટ કરવા અને અન્ય પ્રકારની ખરીદી માટે કરી શકાશે. 


આ ઉપરાંત પીપીઆઈ કાર્ડને(PPI Card) બેન્કમાં રોકડા જમા કરાવીને પણ રિચાર્જ(Recharge) કરાવી શકાશે. આ ઉપરાંત ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદથી રિચાર્જ કરાવાનો પણ વિકલ્પ છે. આ કાર્ડમાં એક મહિનામાં મહત્તમ રૂ.50 હજાર સુધીનો રિચાર્જ કરાવી શકાશે. કેન્દ્રીય બેન્કે જણાવ્યું છે કે, આ કાર્ડના સંબંધમાં વધુ માહિતી 31 ડિસેમ્બર, 2019 સુધીમાં આપવામાં આવશે. 


PNB કૌભાંડ: નીરવ મોદીને મોટો ઝટકો, ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર, સંપત્તિ જપ્ત થશે


કો-ઓપરેટિવ બેન્કો માટે નવા નિયમો
આ ઉપરાંત આરબીઆઈ કો-ઓપરેટિવ બેન્કે દ્વારા આપવામાં આવતી મોટી લોન માટે એક સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર કરશે. સાથે જ કો-ઓપરેટિવ બેન્કે માટે ટૂંક સમયમાં જ રેગ્યુલેટરી નિયમો પણ તૈયાર કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....