નવી દિલ્હીઃ Rule change 1 march: ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાનો છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થશે. હવે ફેબ્રુઆરીમાં જે રીતે ઘણા નિયમોમાં ફેરફાર થયો, તે રીતે માર્ચ મહિનાની શરૂઆત પણ ફેરફાર સાથે થવાની છે. જેમાં સોશિયલ મીડિયા, બેંક લોન, એલપીજી સિલિન્ડર, બેંક હોલિડી વગેરે સામેલ છે. તો ટ્રેનના ટાઇમ ટેબલમાં પણ ફેરફાર થઈ શકે છે. તો આવો જાણીએ માર્ચ મહિનામાં ક્યા નવા નિયમો લાગૂ થવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક મોંઘી કરી શકે છે લોન
નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાલમાં રેપો રેટમાં વધારો કર્યો છે. ત્યારબાદ બેંકોએ MCLR રેટમાં વધારો કર્યો છે. તેની સીધી અસર લોન અને ઈએમઆઈ પર પડશે. લોનના વ્યાજદરમાં વધારો થઈ શકે છે અને ઈએમઆઈનો ભાર સામાન્ય લોકોને પરેશાન કરી શકે છે. 


LPG અને CNG ના ભાવ નક્કી થશે (LPG GAS Price)
આ સિવાય દર મહિનાની પહેલી તારીખે LPG, CNG, PNG ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. પરંતુ પાછલી વખતે એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. આ વખતે તહેવારને કારણે ભાવમાં વધારો કરવામાં આવી શકે છે. 


આ પણ વાંચો- આ વસ્તુની આખું વર્ષ રહે છે માંગ, બિઝનેસ કરશો તો ક્યારેય પાછું વળીને જોવું નહિ પડે


ટ્રેનના નિયમોમાં ફેરફાર (train time table) 
તે જ સમયે, ઉનાળાના આગમનને કારણે, ટ્રેન તેના સમય-ટેબલમાં ફેરફાર કરી શકે છે. તેની યાદી માર્ચમાં જાહેર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 1 માર્ચથી હજારો પેસેન્જર ટ્રેનો અને 5,000 ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે.


સોશિયલ મીડિયા સાથે જોડાયેલા ફેરફાર (Social media new rule)
તો સામાન્ય લોકોની જરૂરીયાત એટલે કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલ મહત્વનો ફેરફાર પણ માર્ચમાં થઈ શકે છે. તેમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર લગામ લગાવવામાં આવશે. ધાર્મિક ભાવના ભડકાવનારી પોસ્ટ પર નવો નિયમ લાગૂ થશે. તેમાં યૂઝર્સને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ રૂપિયા નથી તો સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ


બેન્કો રહેશે બંધ (Bank holiday)
આ સિવાય માર્ચ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે. જેમાં હોળી, નવરાત્રિ જેવા મહત્વના તહેવાર સામેલ છે. આ સિવાય શનિ-રવિની રજાઓ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube