નવી દિલ્હી : તમને બહુ જલ્દી ઘરબેઠા 5 લાખ રૂ.નો ફાયદો મળવાનું શરૂ થઈ જશે. આ માટે મોદી સરકારે પ્લાનિંગ શરૂ કરી દીધું છે. હકીકતમાં આયુષ્યમાન ભારત સ્કીમ અંતર્ગત મોદી સરકારે લગભગ 11 કરોડ 'ફેમિલી કાર્ડ' છાપવામાં આવશે અને એને હાથોહાથ લોકો સુધી પહોંચાડવામાં આવશે. સરકાર ગામોમાં 'આયુષ્યમાન પખવાડા'નું આયોજન કરશે. આ પખવાડામાં કાર્ડસની હેન્ડ ડિલીવરી કરવામાં આવશે. આમ, દરેક ઘર સુધી કાર્ડ પહોંચાડવાની જવાબદારી મોદી સરકાર પોતે ઉઠાવશે. સરકાર દિલ્હીમાં 24X7 કોલ સેન્ટર પણ બનાવશે. અહીંથી મેડિકલ ઇન્શ્યોરન્સ સ્કીમ સાથે જોડાયેલા લોકોની ફરિયાદ સાંભળવામાં આવશે અને એના જવાબ દેવામાં આવશે. આ વાતની જાણકારી આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન (AB-NHPM) દ્વારા આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન (AB-NHPM)ના સીઇઓ ઇંદુ ભુષણે આપેલી માહિતી પ્રમાણે સરકાર આયુષ્યમાન ભારત માટે તમામ તૈયારી 15 ઓગસ્ટ સુધી આટોપી લેવા માગે છે. આની લોન્ચ ડેટ હજી સુધી નક્કી નથી થઈ. આ 'ફેમિલી કાર્ડ' પર સ્કીમના પાત્ર સભ્યોના નામ હશે. કાર્ડ સાથે દરેક વ્યક્તિ્ને તેના નામનો લેટર આપવામાં આવશે જેમાં આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન (AB-NHPM)ની સ્કીમની વિશેષતા જણાવવામાં આવશે. AB-NHPM દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે સરકારે ગ્રામીણ વિસ્તારના 80 ટકા લાભાર્થી તેમજ શહેરી વિસ્તારના 60 ટકા લાભાર્થીઓની પસંદગી આ કાર્ડ માટે કરી લેવામાં આવી છે. આ કાર્ડ માટે ખાસ ડોક્યુમેન્ટની જરૂર પડશે. 


નેશનલ હેલ્થ એજન્સી પાસેથી લાભાર્થીઓની સૂચના મળ્યા પછી સર્વિસ પ્રોવાઇડ લેટર્સનું પ્રિન્ટિંગ શરૂ કરી દેવામાં આવશે. પ્રિન્ટિંગ પછી એરિયા કોડ પ્રમાણે તમામ લેટર્સ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને મોકલવામાં આવશે. આ લેટર્સ ગ્રામ પંચાયતને મોકલવામાં આવશે અને પછી સરકાર આયુષ્યમાન પખવાડા દરમિયાન હેલ્થ વર્કર્સ આ લેટર્સને લાભાર્થીઓના પરિવારને આપવામાં આવશે. 


કોલ સેન્ટર અને ફેમિલી કાર્ડસના પ્રિન્ટિંગ કોન્ટ્રાક્ટ ઓગસ્ટ મહિનાથી આપવામાં આવશે. સર્વિસ પ્રોવાઇડર હબ એન્ડ સ્પોક મોડલનો ઉપયોગ કોલ સેન્ટર માટે કરવામાં આવશે. આ સિવાય દેશમાં ઝોનલ કોલ સેન્ટર પણ બનાવવામાં આવશે. આશા છે કે મોદી સરકારની આ યોજના કેટલાક મહિનાઓમાં અમલમાં મૂકી દેવાશે. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...