નવી દિલ્હી : મોદી સરકાર હાલમાં એક નવી સ્કીમ પર કામ કરી રહી છે જેનો સૌથી વધારે ફાયદો હાઉસવાઇફને થશે. આ સ્કીમ અંતર્ગત મહિલાઓ ઘરે બેસીને પણ બીપીઓ માટે કામ કરી શકશે. આના કારણે પર્સનાલિટી ડેવલપમેન્ટની સાથેસાથે સારી એવી આવક થશે. આ યોજના અંતર્ગત એવા પ્લેટફોર્મ ડેવલપ કરવામાં આવશે જેના પર લગભગ 100 મહિલાઓ પોતાના ઘરમાંથી જ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO)માં કામ કરીને પગાર લઈ શકે છે.  .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે સરકારની સ્કીમ
ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર રવિ શંકર પ્રસાદે કહ્યું છે કે તેમણે પોતાના વિભાગને સૂચના આપી છે કે એવી સ્કીમ બનાવવામાં આવે જેમાં મહિલાઓ ઘરેથી કામ કરી શકે. આમાં લગભગ 100 મહિલાઓનું ગ્રુપ ભેગું થઈને પ્લેટફોર્મ બનાવશે અને મળીને કામ કરશે. દેશમાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી (IT) સેક્ટરનો વિકાસ ગણતરીના શહેરોમાં થયો છે. મોટાભાગની આઇટી કંપનીઓ દિલ્હી-નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ અને ચેન્નાઇમાં છે. આ સંજોગોમાં કેન્દ્રએ 2014માં નિર્ણય લીધો હતો કે નાના શહેરોમાં આઇટી સેક્ટરની નોકરીઓની તક વધારવામાં આવશે. આ આયોજન અંતર્ગત સરકારે બીપીઓ પ્રમોશન સ્કીનની શરૂઆત કરી છે. 


સરકાર આપી રહી છે એક લાખ રૂ. 
સરકારની આ યોજના અંતર્ગત દરેક સીટ માટે એક લાખ રૂ.નું વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં મહિલાઓ અને દિવ્યાંગો તેમજ યુવકોને રોજગાર આપવા પર ફોક્સ કરવામાં આવ્યું છે. બીપીઓ પ્રમોશનલ સ્કીમ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં શરૂ થઈ ચૂકી છે. બરેલી, કાનપુર, વારાણસી, તિરુપતિ, ગુંટુપલ્લી, રાજમુંદરી, પટના, મુઝફ્ફરપુર, રાયપુર, બદ્રી, શિમલા, સાગર, ભુવનેશ્વર, કટક, જલેશ્વર, કોટ્ટાકુપ્પમ, મદુરાઈ, મઇલાદુરથુરઇ, તિરુચિરાપલ્લી, વેલ્લોર, કરીમનગર, ભદેરવાહ, વડગામ, જમ્મુ, સોપોર, ઓરંગાબાદ, ભિવંડી, સાંગલી તેમજ વર્ધામાં આ યોજના શરૂ કરવામાં આવી છે. પૂર્વોત્તરના ગૌહાટી, જોરહાટ, કોહિમા તેમજ ઇમ્ફાલમાં પણ બીપીઓ શરૂ થઈ ગયા છે.