Petrol નું ટેન્શન છોડો, હવે લઈ લો આ સ્કૂટર, જે 1 રૂપિયામાં ચાલે છે 5 કિલોમીટર
લોકોની પાસે તેની બે અલગ-અલગ રેન્જ પસંદ કરવાના વિકલ્પ છે. પહેલો 50 કિલોમીટરની બેટરી ક્ષમતાવાળું અને બીજું 75 કિલોમીટરની બેટરી ક્ષમતાવાળું સ્કૂટર.
નવી દિલ્લી: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની વચ્ચે લોકોની પસંદગી હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહી છે. લોકો ઈલેક્ટ્રિક બાઈક અને ઈલેક્ટ્રિક કાર ખરીદવા વિશે વિચારવા લાગ્યા છે. હાલના મહિનામાં પેટ્રોલ અને ડીઝલથી ચાલનારા વાહનોના વિકલ્પ તરીકે અનેક નવી ટેકનિક શોધવામાં આવી છે. આ કડીમાં દિલ્લી IITએ એક સસ્તું સ્કૂટર તૈયાર કર્યું છે.
ઈ-સ્કૂટરની વિશેષતા:
આ ઈ-સ્કૂટરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે બહુ સસ્તું છે. 1 રૂપિયાના ખર્ચમાં તે 5 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ઈ-વાહનોને મળનારી છૂટ તેના પર પણ લાગુ પડશે. IIT દિલ્લીના જણાવ્યા પ્રમાણે આ સ્કૂટર ડેટા મોનિટરીંગ સિસ્ટમ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને પેડલ અસિસ્ટ યૂનિટ જેવી ટેકનિકથી સજ્જ છે. જેમાં રહેલ IOT ડેટા એનાલિટિક્સના માધ્યમથી ગ્રાહકોને હંમેશા પોતાના સ્કૂટરની જાણકારી આપતું રહે છે. આવી તમામ વિશેષતાના કારણે તે હોપ ભવિષ્યના સ્માર્ટ અને કનેક્ટેડ સ્કૂટરની શ્રેણીમાં આવે છે.
લાઈસન્સ વિના ચલાવી શકશો ઈ-સ્કૂટર:
આ સ્કૂટર 25 કિલોમીટરની સ્પીડથી ચાલે છે. તેના માટે તમારે ડ્રાઈવિંગ લાયસન્સ કે રજિસ્ટ્રેશનની પણ જરૂર નહીં પડે. હોપની સાથે પોર્ટેબલ લિથિયમ આયન બેટરી અને પોર્ટેબલ ચાર્જર હોય છે. તેને ઘરમાં ઉપયોગમાં થનારી સામાન્ય વિજળી અને સામાન્ય પ્લગથી ચાર્જ કરી શકાય છે. 4 કલાકમાં તેની બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ થઈ જાય છે.
50 KM અને 75 KMની ક્ષમતાવાળા રેન્જમાં ઉપલબ્ધ:
રોજિંદી જરૂરિયાતના હિસાબથી લોકોની પાસે તેને ખરીદવાના બે-બે વિકલ્પ છે. પહેલું 50 કિલોમીટરની બેટરી ક્ષમતાવાળું સ્કૂટર અને બીજું 75 કિલોમીટરની ક્ષમતાવાળું સ્કૂટર. ગેલિયોસ મોબિલિટી તે ગણતરીની કંપનીઓમાંથી એક છે. જેના સ્કૂટરમાં પેડલ અસિસ્ટ સિસ્ટમ જેવું ખાસ ફીચર આપવામાં આવ્યું છે. ગ્રાહક પોતાની સુવિધા અનુસાર પેડલ કે થ્રોટલનો વિકલ્પ પસંદ કરી શકે છે. સુવિધાજનક પાર્કિગ માટે તેમાં વિશેષ રિવર્સ મોડ ટેકનિક છે. જેની મદદથી તેને ઓછી જગ્યાવાળા સ્થાન પર પાર્ક કરી શકાય છે અને બેકમાંથી કાઢી પણ શકાય છે.