નવી દિલ્હી : ઇ કોમર્સ વેબસાઇટ પર શોપિંગ કરવાનું હાલમાં ભારે ચલણ છે. આનાથી ગ્રાહકોની સાથેસાથે નાના નાના વેપારીઓને પણ પોતાની વસ્તુ વેચવા માટે નવી ચેનલ મળી ગઈ છે. એમેઝોન ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર પર 2.5 કરોડથી વધારે પ્રોડક્ટ્સ છે અને એક લાખ કરતા વધારે વેપારીઓ એમેઝોન સાથે મળીને બિઝનેસ કરી રહ્યા છે. આનાથી વેપારીઓને ઓનલાઇન ટેકનોલોજી, લોજિસ્ટિક તેમજ સુરક્ષિત પેમેન્ટનો પણ ફાયદો મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમેઝોન પર વેચાણ કરવા માટે ફુલફિલમેન્ટ બાય એમેઝોન (એફબીએ) નામની સર્વિસ પસંદ કરી શકો છો. એફબીએથી વેપારી પોતાની પ્રોડક્ટ એમેઝોનના વેયરહાઉસમાં સ્ટોર કરી શકો છો. એમેઝોન પેકેજને પેક, શિપ અને ડિલીવર કરશે. આના કારણે વેપારી સરળતાથી બિઝનેસ વધારે શકે છે. 


ઓનલાઇન પ્રોડક્ટ વેચવાના ફાયદા


  • આખા દેશમાં બિઝનેસના વિસ્તરણની તક મળે છે

  • કસ્ટમરને શોપિંગનો સારો અનુભવ મળવાથી સેલરને પોતાની બ્રાન્ડ વેલ્યૂ વધારવામાં મદદ મળે છે

  • એક ક્લિકથી લાખો ગ્રાહક સુધી પહોંચવાની તક મળે છે

  • સુરક્ષિત અને સમયસર પેમેન્ટ 

  • પ્રોડક્ટ લિસ્ટ કરાવવા માટે કોઈ ફી નહીં

  • પ્રોડક્ટ વેચાય તો જ પૈસા ભવા પડશે

  • (લિમિટેડ પિરીયડ ઓફર) વેબસાઇટ પર સ્ટોર્સ ખોલવા માટે કોઈ અપફ્રન્ટ કોસ્ટ નહીં

  • ઇ કોમર્સ કંપનીના વેરહાઉસનો ઉપયોગ કરવાની તક


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...