ટેલિકોમની દુનિયામાં પતંજલિએ બીએસએનએલ સાથે મળી કરી ધમાકેદાર એન્ટ્રી
પતંજલિ આપી રહી છે જિયો કરતા પણ વધારે જોરદાર પ્લાન
નવી દિલ્હી : એફએમસીજી ક્ષેત્રમાં બ્રાન્ડ બની ચુકેલી બાબા રામદેવની કંપની પતંજલિએ હવે ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી છે. યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિએ સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સાથે કરાર કર્યો છે. આ કરાર પછી પતંજલિએ સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ લોન્ચ કર્યું છે.
ગુજરાતનો આ ટોપર બન્યો દેશના તમામ વિદ્યાર્થીઓ માટે મોટું ઉદાહરણ
ગ્રાહકોને આ સીમ કાર્ડ લીધા પછી રોજ જીબી ડેટા સાથે જીવન વીમો તેમજ ઇન્શ્યોરન્સ પણ મળશે. આ સીમનો ઉપયોગ કરનાર ગ્રાહકને 2.5 લાખ રૂ.નું મેડિકલ ઇ્ન્શ્યોરન્સ તેમજ 5 લાખ રૂ.નું લાઇફ ઇ્ન્શ્યોરન્સ મળશે. જોકે વીમાની આ રકમ માત્ર રોડ એક્સિડન્ટના સંજોગોમાં જ મળી શકશે.
BSNL સાથે મળીને પતંજલિએ આ સીમ કાર્ડ રજૂ કર્યું છે. આ કાર્ડને 'સ્વદેશી સમૃદ્ધિ સીમ કાર્ડ' નામ આપવામાં આ્વ્યું છે. શરૂઆતમાં આ સીમ કાર્ડ માત્ર પતંજલિના સ્ટાફ તેમજ કર્મચારીઓને આપવામાં આવશે અને પછી કંપની એને બધાને આપશે. આ સીમ કાર્ડ પર પતંજલિએ કેટલીક ઓફર પણ આપી છે જે જિયો કરતા પણ વધારે સારી છે. પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ કાર્ડ પર ગ્રાહકોને તમામ ઉત્પાદનની ખરીદી પર 10 ટકાની છૂટછાટ મળશે.